તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરાર:સંસ્કૃત મહાવિદ્યાલય-USનાં મંદિરો વચ્ચે વૈદિક અભ્યાસ માટે એમઓયુ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ન્યૂજર્સીના શ્રી સિદ્ધિ વિનાયક મંદિર, કુબેર ભંડારી મંદિર, શક્તિ ધામ મંદિર સાથે વિદ્યાર્થીઓ રિસર્ચ પ્રવૃત્તિ કરશે

અમેરિકાના ન્યૂ જર્સીના શ્રી સિદ્ધિ વિનાયક મંદિર, કુબેર ભંડારી મંદિર, શક્તિ ધામ મંદિર દ્વારા મ.સ. યુનિવર્સિટીના સંસ્કૃત મહાવિદ્યાલય સાથે વૈદિક લર્નિંગ માટે એમઓયુ કરવામાં આવ્યું છે. અમેરિકાના મંદિરમાં ચાલતી પાઠશાળાના વિદ્યાર્થીઓ તથા એમએસયુના વિદ્યાર્થીઓ ભેગા મળીને રિસર્ચ પ્રવૃત્તિઓ, રિસર્ચ મિટિંગ્સ, કોન્ફરન્સ ઓર્ગેનાઈઝ કરશે.અમેરિકાના મંદિર તથા બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય વચ્ચે વૈદિક લર્નિંગ માટે એમઓયુ કરવામાં આવ્યું છે. બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયે ભારતીય સંસ્કૃતિ, વૈદિક સ્ટડીઝ તથા ટેમ્પલ મેનેજમેન્ટમાં સહકાર મળે એ હેતુથી યુએસએમાં આવેલા મંદિર સાથે એમઓયુ સાઇન કર્યું છે.

ન્યૂ જર્સીના શ્રી સિદ્ધિ વિનાયક મંદિર, કુબેર ભંડારી મંદિર, શક્તિ ધામ મંદિર તથા એમ.એસ. યુનિવર્સિટીના બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ ભેગા મળીને રિસર્ચ પ્રવૃત્તિઓ, રિસર્ચ મિટિંગ્સ, કોન્ફરન્સ ઓર્ગેનાઈઝ કરશે તથા તેમાં ભાગ પણ લેશે.

આ ઉપરાંત સાયન્ટિફિક મટિરિયલનું આદાન-પ્રદાન તથા પ્રકાશન પણ કરવામાં આવશે.બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ પ્રો. હિતેશ રાવિયા તથા પ્રો. રામપાલ શુકલાએ જણાવ્યું હતું કે, આ એમઓયુથી અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, માસ્ટરનું જોઇન્ટ સુપરવિઝન, ડોક્ટરલ થીસિસ તથા ફેકલ્ટી અને સ્ટાફ મેમ્બરના એક્સચેન્જને ઉત્તેજના મળશે.

આ ઉપરાંત અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામની સ્થાપનાને પણ પ્રોત્સાન મળશે. આ એમઓયુ પાંચ વર્ષ માટે સાઇન કરવામાં આવ્યું છે, જે સમય અને સંજોગો અનુસાર લંબાવી શકાશે.ઉલ્લેખનીય છે કે, સંસ્કૃત મહાવિદ્યાલયમાં ચાલતા ટેમ્પલ મેનેજમેન્ટના કોર્સને પણ ઓનલાઇન કરવા માટે અમેરિકાથી 10 વિદ્યાર્થીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...