તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેર નજીક આવેલા ગામમાં સગીરાની વારંવાર છેડતી કરનારા શખ્સની હરકતોથી ત્રાસેલી વિધવા મહિલાએ બુધવારે 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનને કોલ કર્યો હતો. જેથી અભયમની રેસ્ક્યુ વાન તુરંત જ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર કેફિયત જાણી છેડતી કરનારા યુવકના ઘેર પહોંચી ત્યારે તે ઘરના માળીયમાં સંતાઈ ગયો હતો.જો કે અભયમ ટીમે તેને ઝડપી લીધો હતો અને વધુ કાર્યવાહી માટે પોલીસને સોંપ્યો હતો.અભયમના સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ શહેર નજીકના ગામમાં રહેતી મહિલાએ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનને ફોન કરીને જણાવ્યું હતું કે તેમની સગીર પુત્રીને ગામનો યુવક વારંવાર છેડતી કરે છે અને અભયમની ટીમની મદદ માંગી હતી.
જેથી અભયમની ટીમ તત્કાળ સ્થળ પર પહોંચી હતી અને મહિલાની પુછપરછ કરી હતી. તપાસમાં જણાયું હતું કે વિધવા માતાની બે પુત્રીમાંથી 17 વર્ષ ની પુત્રી ખેતરમાં ઘાસ લેવા માટે ગઇ હતી ત્યારે એકલતાનો લાભ લઈ ગામનો યુવાન ખેતરમાં પહોંચ્યો હતો અને હાથ પકડીને શારિરીક છેડતી કરી હતી. જેથી સગીરાએ બુમાબુમ કરતા યુવક ગભરાયો હતો અને ત્યાંથી ભાગી છુટયો હતો. ત્યારબાદસગીરા ઘેર પહોંચી હતી અને માતાને રડતાં રડતાં વાત કરી હતી. માતા પણ સગીર પુત્રીની વાત સાંભળી 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનને ફોન કર્યો હતો.
અભયમ ટીમે માતા અને દીકરી પાસેથી ઉંડાણપુર્વક માહિતી મેળવી હતી જેમાં આ જ યુવાને થોડા સમય પહેલા પણ આ જ રીતે છેડતી કરી હોવાનું જણાયું હતું જેથી માતા પુત્રીએ યુવાનથી પોતાને કાયમી રક્ષણ મળી રહે તે માટે જણાવ્યું હતું. અભયમ ટીમ યુવક ના ઘરે પહોંચી હતી અને તેને ઝડપી લીધો હતો.
મહિલાની ફરિયાદ સાંભળ્યાબાદ અભયમની ટીમ છેડતી કરનારા યુવકના ઘેર પહોંચી હતી. જો કે તેના ઘરના લોકોએ આ યુવક ઘરમાં ના હોવાનું રટણ કર્યું હતું પણ અભયમની ટીમને શંકા ગઇ હતી કે યુવક ઘરમાં જ છે અને તેના ઘરના લોકો ખોટું બોલી રહ્યા છે જેથી શંકાના આધારે ઘરની તલાશી લેવાતા યુવક ઘરના માળીયામાં છુપાઇને બેઠેલો મળી આવ્યો હતો જેથી પોલીસે તેને ઝડપી લઇ પોલીસને હવાલે કર્યો હતો.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.