તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રાના કર્ફ્યૂમાં લોકો અટવાયા:વડોદરાની મેડિકલ કોલેજની MBBSની વિદ્યાર્થિનીને મળવા કચ્છથી આવેલા માતા-બહેન 5 કલાક સુધી રઝળ્યા, 3 કિમી ચાલવુ પડ્યું

વડોદરા11 દિવસ પહેલા
વડોદરા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી દીકરીને કચ્છથી મળવા આવેલા મા-દીકરીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
  • રથયાત્રાના રૂટ તરફ આવતા તમામ રસ્તાઓ પર પોલીસે પ્રવેશબંધી કરતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા

ભગવાન જગન્નાથની યાત્રાના કારણે વડોદરા શહેરમાં લાદી દેવામાં આવેલા કર્ફ્યૂના પગલે વડોદરા મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી દીકરીને કચ્છથી મળવા આવેલા મા-દીકરીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મેડિકલ કોલેજ જવા માટે મા-દીકરી 5 કલાક સુધી રઝળ્યા હતા અને 3 કિ.મી. ચાલવું પડ્યું હતું.

મા-દીકરી 5 કલાક સુધી અટવાઇ પડ્યા
બરોડા મેડિકલ કોલેજમાં ડો. આરતી બુચીયા MBBSના ત્રીજા વર્ષમા અભ્યાસ કરે છે. કચ્છમાં રહેતા તેની માતા રસીલાબેન બુચીયા અને બહેન વૈશાલી મળવા માટે વડોદરા આવ્યા હતા, પરંતુ, ભગવાન જગન્નાથની રથયાત્રાના કારણે તેઓ 5 કલાક સુધી અટવાઇ પડ્યા હતા.

બરોડા મેડિકલ કોલેજમાં ડો. આરતી MBBSના ત્રીજા વર્ષમા અભ્યાસ કરે છે
બરોડા મેડિકલ કોલેજમાં ડો. આરતી MBBSના ત્રીજા વર્ષમા અભ્યાસ કરે છે

પોલીસે રોકતા રીક્ષામાંથી ઉતારી દેવાયા
કચ્છથી માતા સાથે બહેન ડો. આરતીને બરોડા મેડિકલ કોલેજમાં મળવા માટે આવેલી વૈશાલીબેને જણાવ્યું હતું કે, વહેલી સવારે અમે વડોદરાના સોમા તળાવ પાસે બસમાંથી ઉતર્યા હતા. ત્યાંથી અમે ઓટો રીક્ષામાં અમિતનગર સર્કલ ખાતે આવ્યા હતા. ત્યાંથી બીજી રીક્ષા કરીને મેડિકલ કોલેજ તરફ આવવા નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં પોલીસે ઓટો રીક્ષાને રોકી દીધી હતી અને અમને રીક્ષામાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને અમને જણાવ્યું હતું કે, રથયાત્રા નીકળી હોવાથી તમે ત્રણ-ચાર કલાક પછી મેડિકલ કોલેજ ખાતે પહોંચી શકશો.

MBBSની વિદ્યાર્થિનીને મળવા કચ્છથી આવેલા માતા-બહેન 5 કલાક સુધી રઝળ્યા હતા
MBBSની વિદ્યાર્થિનીને મળવા કચ્છથી આવેલા માતા-બહેન 5 કલાક સુધી રઝળ્યા હતા

પોલીસથી છુપાતા છુપાતા રાવપુરા પોલીસ સ્ટેશન સુધી આવી પહોંચ્યા
જોકે, મા દીકરીએ મેડિકલ કોલેજ આવવા માટે પોલીસથી છુપાતા છુપાતા રાવપુરા પોલીસ સ્ટેશન સુધી આવી પહોંચ્યા હતા. જ્યાં મા-દીકરીને મીડિયાકર્મીઓએ મદદ કરી હતી અને મા-દીકરીને કુબેર ભવન સામે મેડિકલ હોસ્ટેલ ખાતે પહોંચતા કર્યાં હતા.

વડોદરા શહેરમાં લાદી દેવામાં આવેલા કર્ફ્યૂના પગલે લોકો અટવાઇ ગયા હતા
વડોદરા શહેરમાં લાદી દેવામાં આવેલા કર્ફ્યૂના પગલે લોકો અટવાઇ ગયા હતા

માતા અને બહેન હેમખેમ આવી પહોંચતા ડો. આરતીએ હાશકારો અનુભવ્યો
હોસ્ટેલ ખાતે માતા અને બહેન હેમખેમ આવી પહોંચતા ડો. આરતીએ હાશકારો અનુભવ્યો હતો. ડો. આરતી માતા અને બહેનને જોઈ બાજી પડી હતી. ઘણા દિવસ બાદ માતા અને બહેનને જોતા ડો. આરતીની આંખોમાંથી હર્ષના આસું આવી ગયા હતા. દીકરીના હર્ષના આંસુ જોઈ માતા અને બહેન પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા.

મેડિકલ કોલેજ જવા માટે મા-દીકરી 5 કલાક સુધી રઝળ્યા હતા અને 3 કિ.મી. ચાલવું પડ્યું હતું
મેડિકલ કોલેજ જવા માટે મા-દીકરી 5 કલાક સુધી રઝળ્યા હતા અને 3 કિ.મી. ચાલવું પડ્યું હતું

મારી મમ્મી અને બહેન વૈશાલીને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
ડો. આરતીએ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથની રથયાત્રાના કારણે કચ્છથી આવેલ મારી મમ્મી અને બહેન વૈશાલીને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મમ્મી અને બહેને પોતે કચ્છથી આવી રહ્યા છે અને બરોડા મેડિકલ હોસ્ટેલમાં જવું છે. તેમ જણાવવા છતાં પોલીસ તંત્રએ મમ્મી અને બહેનને કાયદાનું પાલન કરવા માટે મજબૂર કર્યાં હતા. મમ્મી અને બહેનને હોસ્ટેલ પહોંચવા માટે ચારથી પાંચ કલાક જેટલો સમય લાગ્યો હતો. એ તો ઠીક તેઓને ત્રણ કિલોમીટર સુધી ચાલીને મને મળવા માટે આવવું પડ્યું હતું.

રથયાત્રાના રૂટ તરફ આવતા તમામ રસ્તાઓ પર પોલીસે પ્રવેશબંધી કરતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા
રથયાત્રાના રૂટ તરફ આવતા તમામ રસ્તાઓ પર પોલીસે પ્રવેશબંધી કરતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા
અન્ય સમાચારો પણ છે...