વડોદરાની પરિણીતાની વ્યથા:'પતિ સાથે શારીરિક સબંધ બાંધવાનો સમય મારી સાસુ નક્કી કરતી, પતિએ અંગત પળોના ફોટો-વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી'

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયા રોડ પર રહેતા પતિ સહિત 9 સાસરિયાએ સામે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
વાઘોડિયા રોડ પર રહેતા પતિ સહિત 9 સાસરિયાએ સામે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી(પ્રતિકાત્મક તસવીર)
  • સાસુ પરિણીતા પાસે પુત્ર પ્રાપ્તિ માટે દબાણ કરતા હતા અને કહેતા હતા કે પુત્ર જન્મે તો તેને મારી દીકરીને આપી દેવો પડશે
  • વાઘોડિયા રોડ પર રહેતા પતિ સહિત 9 સાસરિયાએ સામે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

વડોદરાની યુવતીના લગ્ન ગોધરા ખાતે થયા બાદ સાસરિયાઓ દ્વારા દહેજ મુદ્દે શારીરિક અને માનસિક ત્રાસ આપીને પિયરની વાટ પકડાવી હતી. દરમિયાન પરિણીતાએ સાસરી પક્ષના 9 સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, સાસુ પતિ સાથે શારીરિક સબંધ બાંધવાનો સમય નક્કી કરતી હતી અને પતિ અંગત પળોના ફોટા-વીડિયો સમાજમાં વાઇરલ કરી બદનામ કરવાની ધમકી આપતો હતો.

વર્ષ-2020માં લગ્ન થયા હતા
મહિલા પોલીસ મથકમાંથી મળેલી માહિતી મુજબ વડોદરા શહેરમાં રહેતી 28 વર્ષની યુવતીના લગ્ન વર્ષ-2020 દરમિયાન હિન્દુ જ્ઞાતિના રીત રિવાજ મુજબ જયદીપ સંજયભાઇ ભાટીયા (રહે, ભાટીયા સોસાયટી, માર્કેટીંગ યાર્ડ પાસે, ગોધરા ) સાથે થયા હતા.

પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાનો સમય સાસુ નક્કી કરતી હતી
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારો પતિ જયદીપ અંગત પળોના શારીરિક સંબંધોના ફોટો અને વીડિયો સમાજમાં વાઇરલ કરવાની ધમકી આપે છે. નણંદ અવારનવાર ટોણા મારે છે કે, મારા પિતાએ 11 તોલા સોનું આપ્યું હતું. તું દહેજમાં કશું લાવી નથી. પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાનો સમય સાસુ નક્કી કરતી હતી અને હનીમૂનમાં જવું હોય તો પતિ સાથે એકલા નહી, પરંતુ, પરિવાર સાથે જવાનું અને અમારે સંતાનમાં માત્ર દીકરો જોઈએ છે. દિયર બીભત્સ કોમેન્ટ કરતો હતો કે, ભાભી તમારી ફર્સ્ટ નાઈટ કેવી રહી ?

પતિ અંગત પળોના ફોટા-વીડિયો સમાજમાં વાઇરલ કરી બદનામ કરવાની ધમકી આપતો હતો(પ્રતિકાત્મક તસવીર)
પતિ અંગત પળોના ફોટા-વીડિયો સમાજમાં વાઇરલ કરી બદનામ કરવાની ધમકી આપતો હતો(પ્રતિકાત્મક તસવીર)

તું છૂટાછેડા નહીં આપે તો જાનથી મારી નાખીશું
ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે, સસરાએ ધમકી આપી હતી કે, મારા દીકરાને બીજા લગ્ન કરાવવાના છે તું છૂટાછેડા નહીં આપે તો જાનથી મારી નાખીશું. આ ઉપરાંત સાસરી પક્ષના અન્ય સભ્યો પણ ધમકાવતા હતા કે, તારામાં શારીરિક ખામી છે. તું સંતાન ઉત્પન્ન કરી શકે નહીં તેવું અમારી પાસે ડોક્ટરનું સર્ટીફિકેટ છે, જેથી બીજે લગ્ન કરવાને લાયક નહીં રાખીએ અમારી ગાંધીનગર સુધી પહોંચ છે. પોલીસ અમારું કંઈ જ બગાડી નહીં શકે. આમ સાસરી પક્ષના સભ્યોએ જાનથી મારી નાખવાની ધમકી આપી શારીરિક-માનસિક ટોર્ચર કરી દહેજની માંગ કરી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી કરિયાવર હડપ કરી પતિ સાથેના અંગત શારીરિક સંબંધોના ફોટો તથા વીડિયો વાઇરલ કરવાની ધમકી આપતા હતા.

પરિણીતાએ સાસરી પક્ષના 9 સભ્યો વિરુદ્ધ ફરિયાદ કરી
આ મામલે પરિણીતાએ સાસરી પક્ષના 9 સભ્યો વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે તમામ સામે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...