• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Mother daughter Took Poison And Started An Investigation Into Who Gave It, Visara's Report Will Reveal The Mystery Of The Death In Vadodara

હત્યા કે આત્મહત્યા?:વડોદરામાં માતા-પુત્રીએ ઝેરી લીધું કે કોઈએ આપ્યું એની તપાસ શરૂ, વિસેરાનો રિપોર્ટ મોતનું રહસ્ય ખોલશે, આ રહ્યા હત્યાની શંકા ઉપજાવતા સવાલો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક માતા-પુત્રીની ફાઇલ તસવીર. - Divya Bhaskar
મૃતક માતા-પુત્રીની ફાઇલ તસવીર.
  • પોલીસ આજે મૃતક મહિલાના પતિનું નિવેદન લેશે

વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં રવિવારે રાત્રે ગરબે રમીને ઘરે આવ્યા બાદ માતા-પુત્રીનાં શંકાસ્પદ મોત થયાં હતાં. આ કેસમાં માતા-પુત્રીએ ઝેરી લીધું કે કોઈએ આપ્યું એની તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં વિસેરાનો રિપોર્ટ મોતનું રહસ્ય ખોલશે. પોલીસ આજે મૃતક મહિલાના પતિનું નિવેદન લેશે, એમાં મોટો ઘટસ્ફોટ થવાની શક્યતા છે.

ગળું દબાવવાથી મોત નથી નીપજ્યું, પણ ઝેર પીવાથી થયું છે
આ બંને મા-દીકરીના પોસ્ટમોર્ટમ કરનાર ડો. આર.વી. પાટીલે જણાવ્યું છે કે ‘ગળું દબાવવાથી મોત નથી નીપજ્યું, પણ ઝેર પીવાથી થયું છે એવું પ્રાથમિક તપાસમાં જણાય છે. એવું પણ હોઇ શકે કે એની કોઇ સાથે ઝપાઝપી થઇ હોય અને ત્યાર બાદ કોઇક કારણસર ઝેર લેવાયું હોય. બાળકીને ઝેર આપવામાં આવ્યું છે. મેં પોલીસને આ વાત કહી હતી. તેમણે ફરી તપાસ કરતાં ઉંદર મારવાની દવા મળી આવી હતી.’

મહિલાના ગળાના ભાગે નખના ઉઝરડા જોવા મળ્યા છે.
મહિલાના ગળાના ભાગે નખના ઉઝરડા જોવા મળ્યા છે.

ડસ્ટબિનમાં કોનના રેપર અને ફ્રિજમાંથી અડધી ચોકલેટ મળી
પાડોશીઓએ જણાવ્યું હતું કે ડસ્ટબિનમાં આઇસક્રીમ કોનના રેપર હતા. બીજો એક કોન ફ્રિજમાં હતો. જ્યારે એક અડધી ખવાયેલી કેડબરી ચોકલેટ ફ્રિજમાં હતી. ઝેર આપ્યા બાદ બંનેની હત્યા કરવામાં આવી હોય એવી શક્યતા પણ નકારી શકાય નહીં.’

મહિલાનો પતિ વિમલ કોઈ રહીશો સાથે ઝાઝી વાતચીત કરતો ન હતો
સોસાયટીના રહીશોએ જણાવ્યું હતું કે ‘મહિલાનો પતિ વિમલ ગેંડાસર્કલ પાસેના ક્રોમા સ્ટોરમાં નોકરી કરતો હતો અને ઘરેથી બાઇક પર જતો હતો. સોસાયટીમાં કોઇની સાથે ઝાઝી વાત કરતો ન હતો અને કોઇ ઇવેન્ટમાં ભાગ પણ લેતો ન હતો.

બંનેની હત્યા કરવામાં આવી હોય એવી શક્યતા પણ નકારી શકાય નહીં.
બંનેની હત્યા કરવામાં આવી હોય એવી શક્યતા પણ નકારી શકાય નહીં.

નખના ઉઝરડા જોતાં ઝપાઝપીની આશંકા
સમગ્ર બનાવ અંગે સમા પીઆઇ નિલેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે મહિલાના ગળાના ભાગે નખના ઉઝરડા જોવા મળ્યા છે અને રાત્રે પતિ-પત્ની બંને એકલાં હતાં, જેથી ઝપાઝપી થઇ હોય એવું અનુમાન છે. આ વિશે તપાસ ચાલુ છે. અંતિમવિધિ માટે મૃતદેહ ગોધરા લઇ જવાયો છે અને વધુ તપાસ માટે વિસેરા લેવાયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવ અંગે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

PMની પ્રાથમિક વિગતમાં ઝેરની અસર જોવા મળી
આ ઘટના અંગે અકસ્માત મોત નોંધવામાં આવ્યું છે. જોકે પીએમની પ્રાથમિક વિગતમાં પોઇઝનની અસર દેખાઇ આવી છે. વિસેરાના નમૂના લીધા બાદ તેના ફાઇનલ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરાશે.

પોલીસ આજે મૃતક મહિલાના પતિનું નિવેદન લેશે.
પોલીસ આજે મૃતક મહિલાના પતિનું નિવેદન લેશે.

-લખધીરસિંહ ઝાલા, ડીસીપી ઝોન-4

આ રહ્યાં હત્યાની શંકા ઉપજાવતાં કારણો, જે પાડોશીઓ કહી રહ્યાં છે

  • બંને મૃતદેહોના હોઠ સુકાયેલા હતા. કોઇ ફીણ નીકળતું ન હતું : જો કોઇ ઝેરી દવા પીવે તો મોંમાંથી ફીણ નીકળતું હોય, ઊલટી કરે, પણ બંને મૃતદેહમાં આવી કોઇ બાબત જોવા મળી ન હતી.
  • ઝેરની કોઇ વાસ આવતી ન હતી. જો ઝેર લઇને કોઇએ આત્મહત્યા કરી હોય તો એની વાસ પણ શરીરમાંથી આવે. બંને મૃતદેહ જ્યારે લોકોએ જોયા ત્યારે ઝેરની કોઇ બદબૂ આવતી ન હતી.
  • શોભનાબેનના ગળાના ભાગે નિશાન: પાડોશીઓએ જણાવ્યું હતું કે શોભનાબેનના ગળાના ભાગે સ્પષ્ટ ઇજાનાં અને નખનાં નિશાન જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત ચેનનો ઘસરકો પણ જોવા મળ્યો હતો.
  • ઉંદરો છે જ નહીં, તો મારવાની દવા કેમ?: આ ઘરમાં કે સોસાયટીમાં પણ ઉંદરનો ત્રાસ નથી. તો એને મારવાની દવા કોણે મૂકી. પોલીસની સાંજની તપાસમાં ઊભી શેટીના ઉપરના ભાગેથી મળી આવી.
  • શોભનાબેનની ચેનમાં પેન્ડલ ન હતું : શોભનાબેનની ચેનમાં પેન્ડલ હતું. જ્યારે ગળામાંથી ચેન કાઢવામાં આવી તો પેન્ડલ નહોતું. જે બેડ નીચેથી મળ્યું હતું. તેમનું પેન્ડલ ત્યાં કેવી રીતે ગયું ?
  • 11.30 વાગે હસતી મહિલા આપઘાત ના કરે : શોભનાબેન ગરબા રમતાં હતાં ત્યારે તેઓ ખુશ હતાં. અચાનક દીકરી સાથે આત્મહત્યા કરે એ વાત કોઈને ગળે પણ ઊતરતી નથી.