તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Mother And Son, Fed Up With The Harassment Of Their Son in law, Tried To Commit Suicide By Consuming Poisonous Drugs In Miyaga Near Vadodara

આત્મહત્યાનો પ્રયાસ:વડોદરાના મિયાગામમાં પૂત્રવધૂના ત્રાસથી કંટાળી માતા-પુત્રએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો, બંને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરજણ તાલુકાના મિયાગામ ગામમાં માતા-પુત્રએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો - Divya Bhaskar
કરજણ તાલુકાના મિયાગામ ગામમાં માતા-પુત્રએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો
  • પત્ની અવાર-નવાર ઝઘડો કરતી હોવાથી પતિએ તેની માતા સાથે સવારે ઝેરી દવા ગટગટાવી લીધી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મિયાગામ ગામમાં માતા-પુત્રએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્ની અવાર-નવાર ઝઘડો કરતી હોવાથી પતિએ તેની માતા સાથે સવારે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા ગટગટાવી લેનાર માતા-પુત્રને વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યાં તેઓની હાલત ગંભીર હોવાનું તબીબી વર્તુળો તરફથી જાણવા મળ્યું હતું.

માતા-પુત્રની હાલત ગંભીર
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મિયાગામમાં રહેતા મધુબહેન રમણસિંહ સિંધા અને તેમના પુત્ર કિરણસિંહ સિંધાએ સવારે 8 કલાકે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા ગટગટાવી લેતા તુરંત જ તેઓને કરજણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત ગંભીર હોવાનું તબીબી વર્તુળો દ્વારા જાણવા મળ્યું હતું.

12 વર્ષ પહેલા લગ્ન થયા હતા
મિયાગામમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગેની તપાસ કરી રહેલા કરજણ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી પ્રવિણભાઇએ જણાવ્યું હતું કે, 12 વર્ષ પહેલા કિરણસિંહ સિંધાનું લગ્ન વિલાસબહેન સાથે થયું હતું. તેઓને બે સંતાન છે. વિલાસબહેન અવાર-નવાર પતિ કિરણસિંહ અને સાસુ મધુબહેન, સસરા રમણસિંહ સાથે ઝઘડો કરતી હતી. આથી કિરણસિંહ સિંધા અને તેની માતા મધુબહેન સિંધાએ સવારે ઝેરી દવા ગટગટાવી લઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

માતા-પુત્ર બંને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
માતા-પુત્ર બંને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

કરજણ પોલીસે તપાસ શરૂ કરી
મળેલી માહિતી પ્રમાણે અગાઉ વિલાસબહેને પતિ અને સાસુ-સસરા ત્રાસ આપતા હોવાની કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે પતિ અને સાસુ-સસરાની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આજે સવારે કિરણસિંહ સિંધા અને તેની માતા મધુબહેન સિંધાએ ઝેરી દવા પી લીધી હતી. પોલીસ તપાસમાં પુત્રવધૂ વિલાસબહેન ખોટી રીતે ઝઘડા કરીને ત્રાસ આપતા હોવાથી માતા-પુત્રએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે. મિયાગામમાં ચકચાર જગાવી મુકનાર આ બનાવ અંગે કરજણ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...