તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકોમાં સંક્રમણ:વડોદરામાં પ્રસૂતિ પછી માતા અને નવજાત શિશુ સંક્રમિત થયા, જન્મથી એક જ કિડની ધરાવતા બાળકને કોરોનાનો ચેપ લાગ્યો

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરાની સયાજી હોસ્પિટલનો બાળ રોગ સારવાર વિભાગ બાળકોની અસરકારક સારવાર માટે જાણીતો છે - Divya Bhaskar
વડોદરાની સયાજી હોસ્પિટલનો બાળ રોગ સારવાર વિભાગ બાળકોની અસરકારક સારવાર માટે જાણીતો છે
  • 6 નવજાત સહિત 25 જેટલા કોરોના સંક્રમિત બાળકોને સયાજી હોસ્પિટલના બાળ વિભાગમાં સારવાર અપાઇ
  • 23 બાળકોને નવજીવન મળ્યું, કો-મોર્બિડિટીની કારણે બે બાળકોની જીંદગી બચાવી શકાઇ નહીં

કોરોનાના બીજી લહેરની વિશેષતા એ છે કે, આ વખતે નવજાત બાળકો અને અન્ય નાના બાળકોમાં ચેપનું પ્રમાણ વધ્યું છે અને તેનું મૂળ મોટાભાગે વડીલોને થતો કોરોના છે જેનો ચેપ લગતા બાળકો પણ સંક્રમિત થયાં છે. સયાજી હોસ્પિટલનો બાળ રોગ સારવાર વિભાગ બાળકોની અસરકારક સારવાર માટે જાણીતો છે. બાળ કોરોનાના પડકાર સામે સારવારની વ્યવસ્થા સાથે આ વિભાગે કોરોના પીડિત બાળકોની સારવારમાં પણ જાણે કે, તબીબી ચમત્કાર-મેડિકલ મિરેકલની પરંપરા જાળવી અને આગળ ધપાવી છે.

સયાજી હોસ્પિટલમાં 23 બાળકોને નવજીવન મળ્યું
6 નવજાત સહિત 25 જેટલા કોવિડ સંક્રમિત બાળકોને યોગ્ય સારવાર આ વિભાગમાં આપવામાં આવી છે અને 23 જેટલા બાળકોને રોગમુક્તિથી નવું જીવન આ વિભાગે આપ્યું છે. વિવિધ પ્રકારની કો-મોર્બિડીટીની ભારે જટિલતાને લીધે ખૂબ પ્રયાસો કરવા છતાં બે બાળકો ની જીંદગી બચાવી શકાઇ નથી.

પ્રસૂતિ પછી માતા અને નવજાત બાળક સંક્રમિત થયા
હાલ અહી એક પ્રસૂતા માતા જેની ગાયનેક વિભાગમાં પ્રસૂતિ થઈ હતી તે અને તેનું સાવ કુમળું બાળક કોવિડના ચેપની સારવાર હેઠળ છે. આ અંગે જાણકારી આપતાં બાળ રોગ વિભાગના વડા ડો.શીલા ઐયરે જણાવ્યું હતું કે, માતાએ લગભગ બારેક દિવસ પહેલા બાળકને જન્મ આપ્યો અને ઘેર ગયા પછી માતા અને બાળક બંનેને કોરોનાનો ચેપ લાગતા અમારા વિભાગમાં સારવાર આપવામાં આવી રહી છે. ખાસ કરીને બાળકને તાવ, ખાંસી અને શ્વાસ ચઢવા જેવી મુશ્કેલીઓની સારવાર પછી હવે એની તબિયત સ્થિર છે. માતાને પણ પી.પી.ઈ. કીટ પહેરાવી એની સાથે જ રાખવામાં આવી છે. બાળકને માતાની ધાવણ આપવામાં આવી રહ્યું છે.

6 નવજાત સહિત 25 જેટલા કોરોના સંક્રમિત બાળકોને સયાજી હોસ્પિટલના બાળ વિભાગમાં સારવાર અપાઇ
6 નવજાત સહિત 25 જેટલા કોરોના સંક્રમિત બાળકોને સયાજી હોસ્પિટલના બાળ વિભાગમાં સારવાર અપાઇ

જન્મથી જ એક કિડની અને ક્રોનિક કિડની રોગ ધરાવતા બાળકને કોરોનાનો ચેપ લાગ્યો
ખાસે કરીને નવજાત અને અન્ય બાળકોને ઘરમાં સંક્રમિત વડીલોથી ચેપ લાગતો હોય તેવું જણાય છે, ત્યારે આવા સંજોગોમાં બાળકોને તેમનાથી દૂર અને ચેપ મુક્ત રાખવાની કાળજી લેવી હિતાવહ જણાય છે, તેવી જ રીતે છોટાઉદેપુર જિલ્લાના જન્મથી જ એક કિડની અને ક્રોનિક કિડની રોગ ધરાવતા બાળકને કોરોનાનો ચેપ લાગતા તેની પણ પડકારજનક સારવાર આ વિભાગમાં ચાલી રહી છે.

બાળકને ઓક્સિજન સહિત જરૂરી સારવાર આપવામાં આવી રહી
કિડની મૂળે નબળી હોય અને કોરોનાનો ચેપ લાગે ત્યારે કેસ ખૂબ જટિલ બને છે. એટલે આ બાળકને ઓક્સિજન સહિત જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. એટલે બાળક નાનું હોય અને માતા ચેપ ધરાવતી હોય ત્યારે એણે માસ્ક પહેરવાની, શિલ્ડ પહેરવાની અને બાળકને સલામત અંતરે રાખવા જેવી કાળજી લેવી જોઈએ.

70થી 80 ટકા બાળકોની હોમ ક્વોરન્ટીન હેઠળ સારવાર શક્ય બની
છેલ્લા એકાદ મહિના દરમિયાન આ વિભાગમાં કોરોના શંકાસ્પદ 150 જેટલાં બાળકોના ઓપીડી સ્ક્રિનિંગ દરમિયાન 70 બાળકો પોઝિટિવ જણાયા હતાં.આ પૈકી 25ને દાખલ સારવારની જરૂર પડી. જ્યારે 70થી 80 ટકા બાળકોની હોમ ક્વોરન્ટીન હેઠળ સારવાર શક્ય બની છે.

સયાજી હોસ્પિટલમાં 23 બાળકોને નવજીવન મળ્યું
સયાજી હોસ્પિટલમાં 23 બાળકોને નવજીવન મળ્યું

એક બાળકને કોરોનાની સાથે લીવરમાં મોટું એબસેસ હોવાથી બેવડો પડકાર
અન્ય એક બાળકને કોરોનાની સાથે લીવરમાં મોટું એબસેસ હોવાથી સારવારમાં બેવડો પડકાર ઉમેરાયો છે. રાહતની વાત એ છે કે, કોરોનાના ચેપથી આ બાળકના ફેફસા અને અન્ય અંગો પર મોટો પ્રભાવ પડ્યો નથી. એને લીવર માટે સર્જીકલ ડ્રેનેજ સહિત કોરોનાની જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.

સહ રોગો ધરાવતા બાળકોને કોરોનાનો ચેપ ઝડપથી લાગી શકે છે
ડો.શીલાબેન જણાવે છે કે, વિવિધ પ્રકારના સહ રોગો ધરાવતા હોય એવા બાળકોને કોરોનાનો ચેપ ઝડપથી લાગી શકે છે. એટલે હાલમાં લોહી ઓછું હોય, કુપોષિત હોય, લાંબા ગાળાની કિડનીની બીમારી હોય, બાળક વિવિધ કારણોસર ઇમ્યુનો કોમ્પ્રોમાઈઝ હોય તો ચેપથી બચાવવાની કાળજી લેવી ખૂબ જરૂરી છે. કારણ કે, ઉપરોક્ત પરિસ્થિતિઓમાં ચેપ લાગે ત્યારે આ પ્રકારના બાળકોની સારવાર ખૂબ જટિલ બની જાય છે.

કોરોનાના ચેપથી બાળ સારવારમાં પડકાર વધ્યો છે
નવજાત શિશુની માતા શિલ્પા પંચાલ અને એક કિડની વાળા બાળકની માતા ચંપા બહેને તેમના વહાલુડાઓને મળી રહેલી ખૂબ સારી સારવાર અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી છે. બાળકોના અંગો નાના અને અવિકસિત હોય છે. એટલે બાળ રોગોમાં ખૂબ કુશળતા, જ્ઞાન અને અનુભવનો સમન્વય કરી નાજુક સારવાર આપવાની હોય છે. કોરોનાના ચેપથી બાળ સારવારમાં પડકાર વધ્યો છે, પરંતુ, સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગની આખી ટીમ પોતાના જ્ઞાન અને કુશળતાના આયુધો અને બાળકોને સાજા કરવાની નિષ્ઠા દ્વારા બાળ કોરોનાના પડકારનો સફળ મુકાબલો કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો