ભાસ્કર વિશેષ:મોટાભાગના સિનિયર સિિટઝનને સ્માર્ટફોન ઓપરેટ કરવા અંગે દ્વિધા, શીખવું છે પણ તક ન મળતી હોવાનો નિસાસો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ.સ.યુનિ.ની હોમ સાયન્સના કોમ્યુનિકેશન વિભાગની વિદ્યાર્થિનીનું રિસર્ચ

શહેરમાં રહેતા મોટા ભાગના સિનિયર સિિટઝનને(96.84 ટકા) સ્માર્ટફોન વાપરતી વખતે સૌથી વધારે વીડિયો કોલિંગ, ઓનલાઈન બુકીંગ એપ્લિકેશન, ઓનલાઈન શોપિંગ એપ્લિકેશનનો ઉપયોગ કઈ રીતે કરવો તેમાં મુશ્કેલી સર્જાય છે. એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફે્મિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસના એક્સટેન્શન એન્ડ કોમ્યુનિકેશન વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શ્રધ્ધા ઠાકોરે ડો.કૃતિકા ભાટેના નેતૃત્વ હેઠળ વડોદરા શહેરમાં રહેતા સિનિયર સિિટઝનને સ્માર્ટફોન વાપરતી વખતે આવતા અવરોધો પર રિસર્ચ કર્યું હતું.

જેનું તારણ એ આવ્યું હતું કે મોટા ભાગના સિનિયર સિિટઝન સ્માર્ટફોન વાપરતી વખતે અવરોધોનો સામનો કરે છે જેથી તેમની અને આજની પેઢીમાં અંતર જોવા મળે છે. સિનિયર સિિટઝનને સ્માર્ટફોન શીખવા માટે કાર્યક્રમો આયોજીત કરવામાં આવે અથવા તેમને માહિતી આપતી પુસ્તિકા આપવામાં આવે તો તેઓ સ્માર્ટફોન સારી રીતે ઉપયોગ કરી શકે છે.

સિનિયર સિિટઝનોને ટચ સ્ક્રીન વાપરવામાં તકલીફ
આ સર્વે શહેરના 60 વર્ષથી ઉપરના 95 સિનિયર સિિટઝન પર કરવામાં આવ્યો હતો. ડેટા મેળવવા માટે પ્રશ્નોત્તરી તૈયાર કરવામાં આવી હતી. મોટા પ્રમાણમાં સિનિયર સિિટઝન વોટ્સએપ, યુટયુબ અને ફેસબુકનો ઉપયોગ કરે છે. તેમજ પરિવારના સભ્યો અને મિત્રો સાથે વિડિયોકોલ પર વાત કરવા માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. મોટાભાગના સિનિયર સિટિઝનને ઓનલાઈન એપ્લિકેશનનો ઉપયોગ કરતા આવડતું નથી. તે ઉપરાંત ટચ સ્ક્રીન વાપરવામાં મુશ્કેલી પડે છે. ફોનમાંથી ફોટો, વિડિયો અને મેસેજ ડિલીટ કરતા આવડતું નથી.

મોટા પ્રમાણમાં સિનિયર સિિટઝન સ્માર્ટફોન શીખવાની ઇચ્છા ધરાવે છે પરંતુ તેમને શીખવાની તક નથી મળી રહી. શ્રધ્ધા ઠાકોરે જણાવ્યું હતું કે વર્તમાનમાં સ્માર્ટ ફોનનો વપરાશ વધતો જતો જોવા મળી રહ્યો છે. સ્માર્ટફોનમાં નવા નવા ફીચર્સ આવી રહ્યા છે. ધણા રિસર્ચમાં જોવા મળ્યું છે કે નવી ટેકનોલોજીને સ્વિકારવામાં સિનિયર સિિટઝનોને મુશ્કેલી પડી રહી છે. આ રિસર્ચનો હેતુ એ હતો કે શહેરમાં રહેતા સિનિયર સિટિઝન્સને સ્માર્ટફોન વાપરવામાં કેવા કેવા અવરોધો આવે છે તે જાણી તેમને સ્માર્ટફોન વાપરવામાં મદદરૂપ થઈ શકે તેવું લર્નિંગ મોડયુલ તૈયાર કરવું.

અન્ય સમાચારો પણ છે...