તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મોટાભાગની સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ બંધ

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માસ પ્રમોશનની જાહેરાત અને તા. 3થી વેકેશન શરૂ થતું હોવાથી ઓનલાઇન વર્ગમાં પાંખી હાજરી

માસ પ્રમોશન ની જાહેરાત અને ત્રીજી તારીખે વેકેશન ના પગલે શહેરની મોટાભાગની શાળાઓએ ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે. વિદ્યાર્થીઓની પાંખી હાજરી પણ કારણભૂત છે.જેને લઇને અત્યારથી જ વેકેશન શરૂ થઇ ગયું હોવાનો માહોલ ઉભો થયો છે. સરકાર દ્વારા ધોરણ એક થી નવ અને 11 ની પરીક્ષાઓ રદ કરી અને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત ત્રીજી મેથી ઉનાળા વેકેશનની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જેના પગલે શહેરની સંખ્યાબંધ શાળાઓમાં ઓનલાઇન શૈક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે. માસ પ્રમોશન જાહેરાતના પગલે મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓની પાખી હાજરી જોવા મળી રહી છે. માસ પ્રમોશન મૂલ્યાંકનના આધારે વર્ગોમાં ગ્રેડ સિસ્ટમ પરિણામ આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે જેના કારણે વાલીઓને મોટી રાહત થઇ છે.

જોકે ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા માટેની સુચનાઓ આપવામાં આવી હતી પરંતુ વેકેશન ની જાહેરાત જતા અને માસ પ્રમોશન મળવાનું હોવાથી વિદ્યાર્થી ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરી રહ્યા નથી.જેના કારણે ઘણી બધી શાળાઓ દ્વારા પોતાની જાતે જ ઓનલાઇન શિક્ષણ કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મારામારીના પગલે ગત વર્ષે પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું ચાલુ વર્ષે પણ કોરોના ના કેસો વધતા માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઇને હવે ઓનલાઇન કલાસમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓ નિરસ બનતા પાંખી હાજરી રહે છે. મોટાભાગની સ્કૂલોએ હવે ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધુ છે.

અન્ય સમાચારો પણ છે...