ધો.10ની માસ પ્રમોશનની ફોર્મ્યુલા:સ્કૂલોએ જ માર્ક આપવાના હોવાથી મોટાભાગના છાત્રો A ગ્રેડ મેળવશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિરણ પટેલ, પ્રમુખ,શહેર માધ્યમિક શિક્ષક સંઘ, ભરત ઉપાધ્યાય, પ્રમુખ જિલ્લા માધ્યમિક સંઘ - Divya Bhaskar
કિરણ પટેલ, પ્રમુખ,શહેર માધ્યમિક શિક્ષક સંઘ, ભરત ઉપાધ્યાય, પ્રમુખ જિલ્લા માધ્યમિક સંઘ
  • ઓનલાઇન ટેસ્ટ અને એકમ કસોટીથી પરિણામ અપાશે
  • જૂનના અંતિમ વીકમાં પરિણામ ; ધો.11 અને ડિપ્લોમામાં પ્રવેશની સમસ્યા ગંભીર બનશે

ધોરણ10 ની માસ પ્રમોશનની ફોર્મ્યુલા જાહેર કરાઇ છે. સ્કૂલો દ્વારા ઓનલાઇન પરીક્ષા-એકમ કસોટી ના આધારે પરિણામો તૈયાર કરવામાં આવશે જેથી માર્કની લહાણી થશે. મોટાભાગના વિદ્યાર્થીઓને એ ગ્રેડ મેળવશે જેથી પ્રવેશની ગંભીર સમસ્યા ઉભી થશે. ધોરણ-10ને માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. જો કે આ અંગે વિવિધ પાસાઓની ચકાસણી પણ જરૂરી બનશે.

ધોરણ-9ની સામાયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે પરિણામ અપાશે. જેમાં 80 માર્કનું મુલ્યાંકન અને 9 અને 10માંથી તથા શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી પરિણામ આપશે. જૂનના અંતિમ વીકમાં પરિણામ ઓનલાઈન મુકાશે. પ્રથમ અને બીજી કસોટીના 40 ટકા ગુણમાં રૂપાંતરિત કરાશે. મૂલ્યાંકન માટે પસંદ કરાયેલા ધારા-ધોરણો કોવિડ-19ની પરિસ્થિતિના પહેલાના શૈક્ષણિક વર્ષોના હોવાથી કોઈ ઉમેદવારની બાબતમાં નિયત કરેલા એક અથવા એકથી વધુ ધારા-ધોરણોના માપદંડોમાં ઉમેદવાર ઉપસ્થિત ન હોય તેવું પણ બની શકે.

આવા કિસ્સામાં માસ પ્રમોશનથી પાસ કરવાના હોવાથી બોર્ડ દ્વારા ખુટતા માર્કની ત્રુટી ક્ષમ્ય કરીને પાસ જાહેર કરાશે. જે વિદ્યાર્થીને 80માંથી 26 કે સ્કૂલના 20 માર્ક્સમાંથી 7 માર્ક પણ ના મળે તો પણ તેને પાસ કરી. તેની માર્કશીટમાં ક્વોલિફાઈડ ફોર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ લખાશે.

ધો.10ના છાત્રોનું 2 ભાગમાં મૂલ્યાંકન થશે​​​​

  • ધો.9ના સામાયિક કસોટીમાંથી માર્ક્સ અપાશે
  • ધોરણ-10ની ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાના 30 ગુણ
  • ધો.9ની સામાયિક કસોટીમાંથી મહત્તમ 20 માર્ક્સ અપાશે
  • ધો.10ની એકમ કસોટીમાંથી મહત્તમ 10 માર્ક્સ મળશે
  • શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે

રિઝલ્ટ પર ડીઇઓ કચેરી મહોર મારશે
​​​​​​​શાળાઓ દ્વારા તૈયાર કરેલા પરિણામો ડીઇઓ કચેરી મોહર મારશે. જોકે શહેર જિલ્લામાં 400 જેટલી શાળાઓ આવેલી છે જેથી ડીઇઓ કચેરીના અધિકારીઓ પાસે ચકાસણી માટે સમય નહિ હોય અને આ નિર્ણય ફારસ રૂપ સાબિત થશે.

મોટાભાગના છાત્રોની ટકાવારી ઊંચી આવશે
​​​​​​​​​​​​​​ધોરણ 9 અને ધોરણ 10 ના આધારે મૂલ્યાંકન કરવાનું છે. ધોરણ 10 ની ઓનલાઇન પરીક્ષા પણ મૂલ્યાંકન કરવાનું છે. જેથી ટકાવારી ઉંચી જશે પ્રવેશ સમસ્યા ગંભીર બનશે. > કિરણ પટેલ, પ્રમુખ,શહેર માધ્યમિક શિક્ષક સંઘ

ગ્રામ્યના વિદ્યાર્થીઓનું પરિણામ ક્રોંકિટ હશે
ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ 10 માં બે મહિના સ્કૂલો ચાલી હતી અને એકમ કસોટી પણ ઓફલાઇન લેવાાઇ હતી. જેથી ગ્રામ્ય વિસ્તારનું પરિણામ ક્રોંકીટ આવશે. > ભરત ઉપાધ્યાય, પ્રમુખ જિલ્લા માધ્યમિક સંઘ

ધો-10માં રિપીટરની પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો
​​​​​​​વડોદરા | ધોરણ 10-12માં રાજ્ય સરકાર દ્વારા માસ પ્રમોશન આપવાના નિર્ણય કર્યો છે. ધો.10 રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નિર્ણય કરાયો છે. વડોદરા શહેર-જિલ્લાના 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા લેવાશે કે નહિ તે વિશે મૂંઝવણ ભરી સ્થિતિમાં મૂકાઇ ગયા હતા જોકે હવે સ્થિતી સ્પષ્ટ થઇ ગઇ છે. વાલી મંડળો દ્વારા પણ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવાની માગણી કરી છે. જો સરકાર દ્વારા રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે તો વિવાદ થાય તેમ છે. રેગ્યુલર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવા પાછળ કોરોના સંક્રમણ લાગી જાય તેવું કારણ રજૂ કરાયું છે, તેવા સમયે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી કે નહિ તે અંગે સરકાર વિમાસણમાં મૂકાઇ છે.

બોર્ડનું પરિણામ જૂનના છેલ્લા સપ્તાહમાં જાહેર થશે
​​​​​​​બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઇન પરિણામની જાહેરત કરાશે જુલાઇના બીજા અઠવાડિયામાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ગુણપત્રક- પ્રમાણપત્રકનું વિતરણ કરાશે. જુલાઇના અંત સુધીમાં ધોરણ 11 ની સ્કૂલો શરૂ થઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...