ફ્લાઈટ:મોટાભાગની સીટો ખાલીખમ

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આખા દિવસમાં દિલ્હીની 1 ફ્લાઇટ હોવા છતાં માત્ર ૬૦ મુસાફરો આવ્યા

દિલ્હી-વડોદરા માટે ગુરુવારે એકમાત્ર ઈન્ડિગોની ફ્લાઇટ હોવા છતાં માત્ર ૬૦ મુસાફરો વડોદરા આવ્યા હતા. જ્યારે જનારાની સંખ્યા ૬૫ હતી. વડોદરા દિલ્હી વચ્ચે એર ઇન્ડિયાની ફ્લાઇટ માત્ર ચાર દિવસ કાર્યરત હોય છે આજે એક માત્ર ફલાઇટ સાંજે વડોદરા આવી હતી. બેંગ્લોરની ફ્લાઈટમાં 50 મુસાફરો જ આવ્યા હતા.

કતારમાં ફસાયેલા 5 હજાર ગુજરાતી માટે 1 જ ફ્લાઇટ અપાતાં નારાજગી

કતારમાં ફસાયેલા ગુજરાતીઓની સંખ્યા 5 હજાર છે. બે મહિનાથી કામ અને પગાર મળી રહ્યા નથી. અહીંયા આવવા માટેની ફ્લાઇટની તપાસ કરવા જતા નિરાશા જ સાંપડી છે. પશાભાઇ પાર્કમાં રહેતા અને ફેબ્રુઆરીમાં કતાર ગયેલા આલોક ભારતીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં કતારથી ભારત આવવા 29 મેથી 4 જૂન સુધીનું ફ્લાઇટ શિડ્યૂલ બહાર પડ્યું હતું. તેમાં કેરળને 10 ફ્લાઇટ અપાઈ છે, જ્યારે ગુજરાત માટે માત્ર 1 ફ્લાઇટ છે. જેને કારણે ગુજરાતીઓને નિરાશા સાંપડી છે.

અન્ય સમાચારો પણ છે...