કોરોના વાઈરસ:લોકડાઉનમાં સેફ્ટિ માટે એન્ટ્રી લેવલની મોટાભાગની કાર વેચાઇ ગઇ, PPE કિટ પહેરીને પણ ટ્રાયલ લીધોે

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેનેટાઇઝિંગ મટિરીયલથી કારમાં ફોગીંગ કરીને સેફ કરાઇ - Divya Bhaskar
સેનેટાઇઝિંગ મટિરીયલથી કારમાં ફોગીંગ કરીને સેફ કરાઇ
  • કોરોનાથી બચવા કારના સ્ટિયરીંગ, સીટને PPE કિટ પહેરાવી દીધી

કોરોનાને કારણે ચાલતા લોકડાઉનમાં આવશ્યક સેવાઓ જ ચાલુ હતી, ઉદ્યોગ સહિત ટ્રાન્સ્પોર્ટેશન પણ બંધ હતું. હવે લોકો સલામતીને ધ્યાનમાં રાખી આવાગમન માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ટાળી રહ્યાં છે. અને પોતાના અંગત વાહન દ્વારા જ આવાજાહી કરે છે. ત્યારે શહેરમાં લોકડાઉન દરમિયાન પણ કારની ખરીદી માટે બુકીંગ થયા હોવાનું જણાયું છે. લોકડાઉનમાં પણ ગ્રાહકોએ કારની ખરીદી કરી પોતાને સેફ કરવાનો પ્રયત્ન કર્યો છે.

સિંગલ યૂઝ મટિરીયલ સ્ટેરીંગ-સીટને લગાવી થયા કારના ટ્રાયલ
સિંગલ યૂઝ મટિરીયલ સ્ટેરીંગ-સીટને લગાવી થયા કારના ટ્રાયલ

મોટાભાગની ઇન્ક્વાયરી વેબસાઇટ અને સોશિયલ મિડીયા થકી આવી

}    વડોદરાના માર્કેટ પ્રમાણે મહિને આશરે 2200 કાર વેચાય છે જે 50% પર આવી પહોંચ્યું છે. }    ટેસ્ટ ડ્રાઈવમાં ગ્રાહકને PPE કીટ પહેરાવી. ડ્રાઈવ પહેલા-પછી કાર સેનીટાઇઝેશન થયું. }    મોટેભાગે ઇન્કવાયરી સોશિયલ મીડિયા-વેબસાઈટ થકી આવી. }    ટ્રાયલ કારને વિશેષ કવર્સ લગાવ્યા.

1 માર્ચે એન્ટ્રી લેવલની 37 કાર હતી, હવે સ્ટોક ખાલી છે

છાણીરોડ ખાતેના એક્યુટી નિસાનના SM કેયુર પંચાલે જણાવ્યું હતું કે, લોકડાઉનનાં સમયમાં એન્ટ્રી લેવલ કારની પ્રાઇઝ રેન્જ 3થી 4 લાખ હોવાથી ઇન્કવાયરી વધી છે. 1 માર્ચે 37 કાર હતી જેમાંથી 25 માર્ચે 25 વેચાઇ, જે 12 કાર બચી તેનું પેમેન્ટ પણ થયું અને ડિલીવરી લોકડાઉન પછી કરી છે. 

ટેસ્ટ ડ્રાઇવ અપાય છે પણ તમામ તકેદારીઓ સાથે જ

શ્રી ગોપીનાથજી ગ્રુપના GM વિરેન્દ્રસિંહે જણાવ્યું કે, શોરૂમ પર ઇન્કવાયરી ઓછી છે. ગ્રાહક આવે ત્યારે દરેક પ્રકારની કાળજી લેવાય છે. ટેસ્ટ ડ્રાઈવમાં ગ્રાહક હેંડલ, સ્ટેરીંગ, મ્યુઝિક સિસ્ટમ, ગીયર, સીટ બેલ્ટ, સીટ વગેરે અડે તેને ટ્રાયલ પહેલા-પછી સેનીટાઇઝ કરવામાં આવે છે. 

50 ઇન્ક્વાયરી આવી જેમાંથી 30 લોકો કાર ખરીદીને ગયા

અમર મોટરના SGM અનિલ ઉપ્પલે જણાવ્યું કે, લોકડાઉનમાં ઇન્કવાયરી માટેનો હેલ્પલાઇન નંબર ચાલુ હતો. પરંતુ 22 માર્ચથી 4.0 સુધી 50 ઈન્કવાયરી માંથી 30 કારનું બુકિંગ થયું હશે. બુકિંગ કરનાર ગ્રાહક સેફટીને ધ્યાને રાખીને જ બુકીંગ કરાવતા હતા. 

અન્ય સમાચારો પણ છે...