તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Mosquito borne Diseases Under The Control Of Corona Have Raised Their Heads, 6 Cases Of Chickenpox And 3 Cases Of Jaundice Have Been Reported.

કોરોના વડોદરા LIVE:કોરોનાના નવા 3 કેસ નોંધાતા આંક 71,967 પર પહોંચ્યો, વધુ 4 દર્દી ડિસ્ચાર્જ થયા, મચ્છરજન્ય રોગોએ માથુ ઊંચક્યું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના કેસમાં ઘટાડા બાદ ડેન્ગ્યુ મેલેરિયાના કેસમાં વધારો થયો છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોના કેસમાં ઘટાડા બાદ ડેન્ગ્યુ મેલેરિયાના કેસમાં વધારો થયો છે.(ફાઈલ તસવીર)
  • વડોદરા શહેર અને જિલ્લામાં હાલ કોરોનાના 18 એક્ટિવ દર્દીઓ છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં આજ રોજ વધુ 3 કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 71,967 ઉપર પહોંચી ગયો હતો. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે 4 દર્દી ડિસ્ચાર્જ થતા અત્યાર સુધીમાં કુલ 71,327 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.શહેરમાં કોરોના કાબૂમાં આવતાં મચ્છરજન્ય રોગોએ માથુ ઊંચક્યું છે.

શહેરમાં કોરોનાના 3 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં ગતરોજ કોરોનાના 3 નવા દર્દી ગોત્રી, હરણી અને વીઆઈપી રોડ વિસ્તારમાં નોંધાયા છે. બીજી તરફ ગત 24 કલાકમાં કોરોનાની સારવાર લેતા 4 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધી શહેર-જિલ્લામાં કોરોનાના કુલ 71,967 દર્દી નોંધાયા છે. હાલમાં શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓ 17 નોંધાયા છે, જેમાં ઓક્સિજન પર 1 દર્દી સારવાર લઇ રહ્યો છે, જ્યારે વેન્ટિલેટર પર એક દર્દી છે. આજે જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.

બેમાંથી કોઇ એક રોગના કેસ વધુ હોય છે
વડોદરામાં દર વર્ષે ચિકનગુનિયા-ડેન્ગ્યૂ પૈકી કોઇ એક રોગના કેસ વધુ નોંધાતા હોય છે. ગત વર્ષે ચિકનગુનિયાના કેસો વધારે હતા આ વર્ષે ડેન્ગ્યૂના કેસ વધુ છે. જોકે આ નિયમ નથી. જ્યારે આ વર્ષે ફાલ્સીફેરમના પણ 4 કેસ પણ નોંધાયા છે. જોકે આરવી દેસાઇ રોડ પરની વિવિધ હોસ્પિટલોમાં મચ્છરો જ નહીં પાણીને લીધે થતાં રોગોના પણ કેસો આવી રહ્યાં છે. વરસાદી કાંસ, ડ્રેનેજ લાઇનો અને પાણી પુરવઠા વિભાગ સાથે જો યોગ્ય સંકલન કરવામાં આવે તે જરૂરી છે તેવું આ વિસ્તારના લોકોનું માનવું છે. આ મુદ્દે પાલિકામાં સૂચન પણ કરવામાં આવ્યું છે.