તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ફેબ્રુઆરીની સરખામણીએ માર્ચમાં બમણાથી વધુ પોઝિટિવ, જ્યારે સાજા 645 ઓછા થયા

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહિનાના અંતે અત્યાર સુધીના સેકન્ડ હાઇએસ્ટ કેસો નોંધાવાની શક્યતા
 • છેલ્લા ત્રણ મહિનામાં જ 6,088 લોકો કોરોના સંક્રમિત બની ચૂક્યા છે

વડોદરા શહેરમાં ચાલુ મહિને છેલ્લા 12 દિવસથી અચાનક વધેલા કોરોના કેસોના વિસ્ફોટના પગલે ફેબ્રુઆરી મહિનાની સરખામણીમાં કેસોની સંખ્યા માર્ચ મહિનામાં બમણાથી પણ વધુ નોંધાઇ છે. ફેબ્રુઆરી મહિનામાં કોરોનાના 1,241 કેસો નોંધાયા હતા. જ્યારે એટલા જ દિવસમાં માર્ચ મહિનાની 28 તારીખ સુધીમાં 2,619 અેટલે કે બમણાથી વધુ (111%) કેસો વધ્યા છે. બીજી તરફ છેલ્લા ત્રણ મહિનામાં પહેલીવાર કોરોના સંક્રમિત દર્દીઓની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા માર્ચ મહિનામાં ઘટી છે.

જાન્યુઆરી માસમાં 2,228 સંક્રમિત દર્દીઓની સામે 2,881 દર્દીઓ સાજા થયા હતા. જ્યારે ફેબ્રુઆરી મહિનામાં 1,241 નવા સંક્રમિતોની સામે 1,379 દર્દીઓ સાજા થયા હતા. પણ માર્ચ મહિનાના 28 દિવસમાં 2,619 નવા સંક્રમિતોની સામે 1,974 જ સાજા થયા છે. એટલે કે 645 દર્દીઓ ઓછા સાજા થયા છે. જેને પગલે હોસ્પિટલો પર પણ દાખલ દર્દીઓનું ભારણ વધી રહ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં 6,088 લોકોને કોરોના થઇ ચૂક્યો છે. હોળી-ધુળેટીના તહેવાર બાદ એપ્રિલ મહિનામાં કોરોનાનો આંક ઉંચો ન જાય તે માટે તંત્રે લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા અપીલ કરી છે.

કયા મહિનામાં કેટલા કેસ અને કેટલાને ડિસ્ચાર્જ મળ્યો

મહિનોકુલ કેસડિસ્ચાર્જતફાવત
જાન્યુઆરી2,2282,881653 વધુ
ફેબ્રુઆરી1,2411,379138 વધુ
માર્ચ2,6191,974645 ઓછા
કુલ6,088કુલ6,234
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો