તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાઇરસનો ચેપ શહેરમાં વધારે ન પ્રસરે તે માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન અમલમાં મોં-નાક ઢંકાય તે રીતે માસ્ક પહેરવું ફરજિયાત છે તો જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પણ જરૂરી છે ત્યારે તેનો અમલ ન કરનારા નાગરિકો પાસેથી વધુ રૂા.84,500નો દંડ પાલિકાએ વસૂલ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી જાહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે અને તેના માટે પાલિકા તરફથી જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે તાજેતરમાં જે દુકાન પર ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવે તેને કોઇ પણ ચીજ-વસ્તુ નહીં આપવાની સાથોસાથ તેની ફરિયાદ પાલિકામાં ટોલ ફ્રી નંબર પર કરવાની સૂચના જારી કરવામાં આવી હતી. આ ઝુંબેશમાં મંગળવારે પણ પાલિકાને કોલ મળ્ચા હતા તો આજ દિન સુધીમાં માસ્ક વગર નીકળેલા લોકો પાસેથી 15 લાખનો દંડ વસૂલીને પાલિકાની તિજોરીમાં ભરવામાં આવ્યા છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.