તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રોડ:વડોદરામાં સિંગાપુર અને લંડનના વિઝા આપવાના બહાને વિદેશ વાચ્છૂકો સાથે 9.47 લાખની છેતરપિંડી

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનનની ફાઈલ તસવીર.
  • લંડન જવા 18 લાખનો ખર્ચો થવાનું કહ્યું હતું અને એડવાન્સમાં 1.50 લાખ લીધા હતા

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં સિંગાપુર અને લંડનના વિઝા આપવાના બહાને વિદેશ વાચ્છુકો પાસેથી નાણાં પડાવી વિઝા નહિ આપી 9.47 લાખની છેતરપિંડી આચરવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે. તપાસ દરમિયાન અન્ય લોકો પણ આ છેતરપીંડીનો ભોગ બન્યા હોવાની વિગતો બહાર આવી શકે છે.

પાઉન્ડમાં કન્વર્ટ કરવા 2.50 લાખ રૂપિયા જમા કરાવ્યા
આણંદ ખાતે રહેતા પરેશકુમાર પટેલ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ નાણાં કમાવવા પત્ની સાથે લંડન જવા પ્લાન ઘડી સારા એજન્ટને શોધી રહ્યા હતા. દરમિયાન તેમના મિત્ર રવિભાઈ બારોટ ( રહે - નડિયાદ) ની અલંકાર ટાવરમાં ઓફિસ હોય તેમનો સંપર્ક સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે એક વિશ્વાસુ એજન્ટ છે. તેણે ઘણા બધા માણસોનું સારું કામ કર્યું છે તમારા કામની પણ હું બાહેધરી આપું છું. ત્યારબાદ તેમના મિત્રએ ભાવેશ ઘનશ્યામ વાળંદ ( રહે -વાણીયા શેરી, વાણંદ ફળિયું, વડોદરા) નો સંપર્ક સાધ્યો હતો અને વાતચીત દરમિયાન 18 લાખનો ખર્ચો થશે તેમ જણાવ્યું હતું અને કામ માટે ટિકિટ પેટે એડવાન્સ 1.50 લાખ આપ્યા હતા.ત્યારબાદ દિલ્હી ખાતે પાઉન્ડમાં કન્વર્ટ કરવા 2.50 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા.

ટિકિટ આપવાની ખાતરી આપી ટિકિટ જ ન આપી
બે દિવસમાં ટિકિટ મળી જવાની ખાતરી આપતા તેઓએ દિલ્હી રોકાણ કર્યું હતું. પરંતુ ટિકિટ ન મળતા તેઓએ ભાવેશભાઈનો સંપર્ક સાધતા સંપર્ક થયો ન હતો. જેથી તેઓએ પોલીસનો સંપર્ક સાંધતા ભાવેશે જણાવ્યું હતું કે, તમે પોલીસ કેસ કર્યો છે તો હું રૂપિયા આપવાનો નથી. દરમિયાન પરેશ પટેલે ફરિયાદ નોંધાવી હતી.

7 વિદેશ વાચ્છુકો પાસેથી 9.47 લાખ પડાવ્યા
ફરિયાદના આધારે પોલીસે ભાવેશકુમાર અને રવિ બારોટ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ભાવેશે અન્ય વ્યક્તિઓ પાસેથી પણ આ પ્રકારે નાણાં પણ પડાવ્યા છે. જેમાં પિયુષભાઈ પટેલના 10 હજાર, અભિષેક પારેખના 1.50 લાખ, રફિકભાઈ 95 હજાર, ભાવિન પરમાર 1 લાખ, ડિસોઝા જોસેફના 47 હજાર, જયેશકુમારના 98,500, પીટર ફર્નાન્ડીઝના 47 હજાર મળી 9,47,500 તેમજ અન્ય બીજા ઘણા વ્યક્તિઓ પાસેથી નાણાં ખંખેરી પરત આપ્યા ન હોવાનું સપાટી પર આવ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો