પ્રબળ પ્રતિસાદ:મહેસાણામાં આયોજિત BCAના‌‌ કેમ્પમાં 720થી વધુ બોલર આવ્યા

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
બીસીએના મહેસાણા ખાતે ફાસ્ટ બોલર કેમ્પમાં ભારે ધસારો જણાયો હતો. - Divya Bhaskar
બીસીએના મહેસાણા ખાતે ફાસ્ટ બોલર કેમ્પમાં ભારે ધસારો જણાયો હતો.
  • ફાસ્ટ બોલરો શોધવા માટે હવે ગામડાઓ સુધી વ્યાપ વિસ્તારાયો
  • હવે નવસારીમાં પણ આ પ્રકારનાે કેમ્પનું આયોજન કરાશે

બરોડા ક્રિકેટ એસોસીયેશન દ્વારા મહેસાણામાં યોજાયેલા યુવા ફાસ્ટ બોલર શોધવા માટેના કેમ્પને પ્રબળ પ્રતિસાદ મળ્યો હતો.એક દિવસના કેમ્પમાં મહેસાણા તથા આસપાસના વિસ્તારમાંથી 720 કરતાં વધુ યુવા ફાસ્ટ બોલરોએ ફાસ્ટ બોલિંગ ટેલેન્ટ હન્ટ ઓપન સીલેકશનમાં ટેસ્ટ આપ્યો હતો. બીસીએના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘ વડોદરા રણજી ટીમના પૂર્વ ફાસ્ટ બોલરો ખગેશ અમીન,વાસુદેવ પટેલ અને વિનીત વાડેકરે બીસીએના પ્રમુખ પ્રણવ અમીનને ફાસ્ટ બોલર શોધવા માટેની ઝુંબેશ ઉપાડવાનો પ્રસ્તાવ મુકયો હતો.

પ્રમુખ પ્રણવ અમીને આ પ્રસ્તાવને તુરંત સ્વીકારી એકશન માટે સુચના આપી હતી. જેના ભાગરૂપે ખગેશ અમીન, વાસુદેવ પટેલ અને વિનીત વાડેકરના નેજા હેઠળ મહેસાણામાં સોમવારે ફાસ્ટ બોલિંગ માટેનો પ્રથમ કેમ્પ રખાયો હતો.સવારે 9 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી કેમ્પ ચાલ્યો હતો. આ પ્રકારનો કેમ્પ હવે નવસારીમાં પણ રાખવામાં આવશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...