તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાએ ગામડાને ઘેર્યા:645 આઈસોલેશન સેન્ટરમાં 648થી વધુ દર્દીઓ સારવાર હેઠળ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વડોદરા જિલ્લામાં સૌથી વધુ કરજણમાં 468 લોકો સારવાર લઇ રહ્યાં છે

મારૂ ગામ કોરોના મુક્ત અભિયાન અંતર્ગત જિલ્લાના કુલ 8 તાલુકામાં અત્યાર સુધી 645 આઈસોલેશન સેન્ટર ઉભા કરાયાં છે. જેમાં અત્યારે 648 લોકોની સારવાર ચાલી રહી છે. જેમાં સૌથી વધુ કરજણમાં 93 આઈસોલેશન સેન્ટરમાં 468 લોકો સારવાર લઈ રહ્યાં છે.જ્યારે વડોદરા તાલુકામાં 77 આઈસોલેશન સેન્ટરમાં કુલ 47 લોકો સારવાર લઈ રહ્યાં છે.જિલ્લા પંચાયતના પ્રમુખ અશોક પટેલે જણાવ્યું હતું કે, અભિયાન હેઠળ સરકારની વિચારધારા છે કે, ગામમાં જ લોકોને કોરોનાની સારવાર ગામમાં જ મળી રહે તે માટે આઈસોલેશન સેન્ટર બનાવાયા છે.

બીજું કે ગામમાં જે વ્યક્તિને પ્રાથમીક લક્ષણો જેવા કે શરદી, ખાંસી અને તાવ હોય તો તેમને તુરંત ગામમાં બનેલા આઈસોલેશન સેન્ટરમાં આઈસોલેટ કરી તેમની સારવાર ચાલુ કરી દેવાઇ છે. વ્યક્તિ ગામમાં જ સારવાર લેતો હોય એટલે તેના પરિવારને એક રાહત રહે છે જેથી ગામના જ લોકોની વચ્ચે સારવાર લેતો વ્યક્તિ જલદી થી સાજો થાય છે હાલ 8 તાલુકામાં 1.68 લાખ લોકોની આરોગ્યની ચકાસણી થઈ છે. જ્યારે જેની સામે 645 આઈસોલેશન સેન્ટરના 5518 બેડમાં 648 લોકો આઈસોલેટ થયા છે.

સિગ્મા ગ્રૂપ દ્વારા નવજીવન સ્કૂલમાં કોવિડ સેન્ટર શરૂ કરાશે
સિગ્મા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કોવિડ પીડિત આર્થિક નબળા પરિવારના વિદ્યાર્થીઓની સંપૂર્ણ શૈક્ષણિક ફી નો ખર્ચો સંસ્થા દ્વારા ઉપાડવાનો નિર્ણય કર્યો છે. કોવિડ વોરિયર વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી માફી કરવાનો પણ નિર્ણય લેવાયો છે. શહેરના મધ્યમાં આવેલી નવજીવન હાઇસ્કુલ ખાતે સિગ્મા ગ્રુપ દ્વારા 13મી તારીખથી 30 બેડ નું કોવિડ સેન્ટર કાર્યરત કરાશે. સેગમેન્ટ 1 કક્ષાની પ્રાથમિક સારવાર- આધુનિક સુવિધાઓથી સજ્જ આઇસોલેશન વોર્ડ સાથેની હોસ્પિટલ ઉપલબ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...