ભવ્ય વિસર્જન યાત્રા:વડોદરાના ઇલોરા પાર્કમાં જર્મનથી મંગાવેલા કુંડમાં 600થી વધુ શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરાયું, ગજરાજે શ્રીજી ઉપર જળાભિષેક કર્યો

વડોદરાએક મહિનો પહેલા
ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળના શ્રીજીની ભવ્યાતિભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી
  • ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળની બે ગજરાજ સાથે શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી

ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ (ઇન્દ્રપ્રસ્થ ફોઉન્ડેશન) દ્વારા ઈલોરાપાર્ક ઇન્દ્રપ્રસ્થ સંકુલ ખાતે જર્મનીથી મગાવવામાં આવેલા વિશેષ પ્રકારના કુંડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કુંડમાં 600 ઉપરાંત શ્રીજીની મુર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા પૂજા માટે 12 કાઉન્ટર, 5 મહારાજ, ઘરોમાં સ્થાપના કરેલ શ્રીજીને લાવવા માટે 11 વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગજરાજ સાથે ભવ્યાતિભવ્ય શ્રીજીની વિસર્જન યાત્રા યોજાઈ હતી. જેમાં ગજરાજે શ્રીજી પર જળાભિષેક કર્યો હતો.

વિદાય લઇ રહેલા શ્રીજી પાસે આશિર્વાદ માગતી મહિલા
વિદાય લઇ રહેલા શ્રીજી પાસે આશિર્વાદ માગતી મહિલા

1600 કિલોથી વધુ ફુલહાર એકત્ર કરવામાં આવ્યા
ટ્રસ્ટ દ્વારા ફૂલહાર કલેક્શન માટે કંપોઝ મશીન મૂકવામાં આવ્યું છે. જેમાં આજદિન સુધી 1600 કિલોથી વધુ ફૂલહાર એકત્રિત કરી ખાતર બનાવવા આવ્યું છે. શ્રીજીના વિસર્જન માટે આવનાર ભક્તોને કોઈ તકલીફ ન પડે અને શ્રીજીનું વિસર્જન સ્વચ્છ પાણીમાં થાય તે માટેની તમામ તૈયારી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, બુધવારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્દ્રપ્રસ્થ મંડળની મુલાકાત લઇ કુત્રિમ કુંડ અને મંડળની પ્રવૃત્તિ જોઈ અભિનંદન પાઠવ્યા હતા.

જર્મન કુંડમાં શ્રીજીનું વિસર્જન
જર્મન કુંડમાં શ્રીજીનું વિસર્જન

ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સેવા
સામાન્ય રીતે બાપાની પ્રતિમાઓના વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હોય છે. ત્યારે વડોદરામાં ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા ધાર્મિક વિધિ સાથે બાપાના વિસર્જનની સેવા આપવામાં આવે છે. મંડળ દ્વારા વિસ્તારના ગણેશ ભક્તો પોતાની પ્રતિમાનું વિધિવાર વિસર્જન કરી શકે તેના માટે જર્મનીથી પાણી ભરી શકાય તેવો કુંડ લાવવામાં આવ્યો છે. જેમાં બાપાની પ્રતિમાઓનું સંપૂર્ણ ધાર્મિકતા સાથે બાપાની પ્રતિમા વિસર્જનની નિ:શુલ્ક સેવા આપવામાં આવે છે.

શ્રીજીને વિદાય
શ્રીજીને વિદાય

બે ગજરાજ દ્વારા જળથી અભિષેક કરાયો
ઇન્દ્રપ્રસ્થના શ્રીજીના વિસર્જન સમયે બે ગજરાજ દ્વારા સૌપ્રથમ ફૂલહાર ચડાવવામાં આવ્યા હતા. બાદમાં શ્રીજીની પ્રતિમા પર ગજરાજ દ્વારા પાણી દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાપાને જર્મન કુંડમાં વિસર્જન કરી પર્યાવરણ બચાવવા માટેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ યુવક મંડળના કાર્યકરો તરંગ શાહ, આશય શાહ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા છેલ્લા 8 વર્ષથી આયોજન કરવામાં આવે છે. બે ગજરાજ સાથે નીકળેલી સવારી અને ગજરાજ દ્વારા કરવામાં આવેલા અભિષેકે ભારે આકર્ષણ જમાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...