તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • More Than 60 People Gathered For Prayers At The Mosque In Dosumiam's Notch In Wadi Area, Police Registered A Case Against 3 Including The Trustee.

વડોદરામાં જાહેરનામાનો ભંગ:વાડી વિસ્તારમાં આવેલા ડોસુમિયામના ખાંચામાં આવેલી મસ્જિદમાં 60થી વધુ લોકો નમાઝ માટે ભેગા થયા, પોલીસે ટ્રસ્ટી સહિત 3 વિરુદ્ધ ગુનો નોંધ્યો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વડોદરા સહિત રાજ્યમાં હાલ કોરોનાની સુનામી ચાલી રહી છે. ત્યારે લોકો એકત્ર ન થાય તે માટે સરકારે આંશિક લોકડાઉન જેવા નિયમો લાદી દીધા છે. તેવામાં વાડી વિસ્તારમાં આવેલી મસ્જીદમાં 60થી 70 જેટલા લોકો નમાઝ પડવા માટે એકત્ર થયા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. જેને લઈને આ મામલે પોલીસે ટ્રસ્ટી સહિત ત્રણ લોકો સામે એપિડેમિક એક્ટ અંતર્ગત ગુનો નોંધ્યો હતો.

રાજ્યમાં કોરોનાની બીજી વેવ ચાલી રહી છે. બીજી વેવમાં કોરોનાનું સંક્રમણ આક્રમક રીતે ફેલાઇને લોકોને ગ્રસ્ત કરી રહ્યું છે. રોજે રોજ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોરોનાને નાથવા માટે રાજ્ય સરકારે તમામ શહેરોમાં આંશિક લોકડાઉન જેવા નિયમો લાદી દીધા છે. નિયમોનું પાલન કરાવવાની જવાબદારી હાલ રાજ્યભરમાં પોલીસ નિભાવી રહી છે.

શનિવારે શહેરના વાડી વિસ્તારમાં આવેલી ડોસુમીયાના ખાંચામાં આવેલી મસ્જીદમાં 60થી 70 જેટલા લોકો નમાઝ અદા કરવા માટે એકત્ર થયા હતા. જેની જાણ થતા જ પોલીસ એક્શનમાં આવી હતી અને સ્થળ પર પહોંચી માહિતીની ખરાઇ કરી હતી. લોકો એકત્ર થયા હોવાનું સામે આવતા પોલીસે મસ્જીદના વહીવટ કર્તા ફીરોજ સુલેમાન સુમા – ટ્રસ્ટી (રહે – ડોસુમીયા મસ્જીદ પાસે વડોદરા), આરીફ ઉસ્માનમીયા સંધી, અને મન્સુર હારૂણભાઇ દાણી વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. ત્રણેય વિરૂદ્ધ પોલીસ કમિશ્નરના જાહેરનામામાં જણાવ્યા મુજબ તમામ ધાર્મિક સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવાની જોગવાઇના ભંગ બદલ એપેડેમીક એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો.

શનિવારે મદાર માર્કેટમાં દુકાન ખુલ્લી રાખવામાં આવી હતી. પોલીસ કમિશ્નરના જાહેરનામાની અમલવારી કરાવી રહેલી વાડી પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. અને દુકાન ખુલ્લી રાખનાર ચાર લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...