તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:શહેરમાં 53%થી વધુ પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થઈ ગયા, શહેરમાં હાલ કોરોનાના એક્ટિવ દર્દીઓ 229

વડોદરા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં કુલ 291 દર્દીઓ કોરોનામુક્ત થઈ ઘરે પરત ફર્યા
  • શહેરમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 552, જે પૈકી અત્યાર સુધીમાં 32 દર્દીઓ મૃત્યુ પામ્યા છે

શહેરમાં કોરોનાનો પહેલો પોઝિટિવ કેસ તા. 20મી માર્ચના રોજ આવ્યા બાદ 51મા દિવસે પહેલીવાર એવું બન્યું છે કે શહેરમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓ ઓછા છે અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ છે. શહેરમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 552 છે, જેમાંથી 32 દર્દીઓ મૃત્યુ પામ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 291 દર્દીઓ સાજાં થતાં તેમને રજા અપાઈ છે, હાલમાં 229 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેથી રવિવારના રોજ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 229 હતી, જ્યારે નેગેટિવ દર્દીઓ એટલે કે જેઓ કોરોનામુક્ત થયા છે તેમની સંખ્યા 291ની હતી, એટલે ટકાવારીની દૃષ્ટિએ 53 ટકાથી વધુ દર્દી સાજા થઈ ગયા છે. 

બે દિવસમાં જ 93 દર્દીઓ કોરોનામુક્ત જાહેર કરાયા
શહેરમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો ત્યારથી લગભગ 32 દિવસ સુધીમાં માત્ર 8 પોઝિટિવ કેસો જ સાજા થયા હતા. પણ ત્યાર બાદના 8 દિવસમાં આ આંક વધીને 112 પર પહોંચી ગયો હતો. તા. 23મી એપ્રિલના રોજ શહેરમાં એક સાથે 56 દર્દીઓ સાજાં થતાં તેઓને રજા આપવામાં આવી હતી. જ્યારે 9મી મે શનિવારના રોજ 52, 10મી મે રવિવારે 41 દર્દીઓને રજા આપવામાં આવતાં બે દિવસમાં જ 93 દર્દીઓ કોરોનામુક્ત જાહેર કરાયા હતા. 

 ગોત્રી હોસ્પિટલ ખાતેથી 4 દર્દીઓને રજા અપાઈ 
શહેરમાં તા. 13મી એપ્રિલથી મોટી સંખ્યામાં કોરોનાના નહીંવત લક્ષણો ધરાવતા લોકોને આજવા રોડના કોવિડ કેર સેન્ટર ખાતે ખસેડાયા બાદ તેમની ત્યાં સારવાર કરાઈ હતી. ત્યારબાદ એવા દર્દીની રિકવરી શરૂ થઇ હતી. હાઇસ્પીડ રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે પણ કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું હતું. ત્યાંથી પણ દર્દી રિકવર થવા માંડ્યા હતા. આજે જે વધુ 41 દર્દીઓને રજા આપવામાં આવી તે દર્દીઓ પૈકી 8ને સયાજીમાંથી, જ્યારે 13  દર્દીઓને આજવા રોડના  કોવિડ કેર સેન્ટરમાંથી અને હાઇસ્પીડ રેલવે ટ્રાન્સ્પોર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી 16 દર્દીઓને તથા ગોત્રી હોસ્પિટલ ખાતેથી 4 દર્દીઓને રજા અપાઈ હતી.

સાજા થયેલામાં 10 નાગરવાડાના 
રવિવારે કોરોનામુક્ત જાહેર કરાયેલા દર્દીઓમાંથી 10 નાગરવાડાના, નવાબજારના 5, કાલરુકાના 4, પાણીગેટના 8નો સમાવેશ થાય છે. ઉપરાંત વાઘોડિયા રોડ અને માંડવીના 2-2 તથા ન્યૂવીઆઇપી રોડ, કારેલીબાગ, માંજલપુર, મોગલવાડા અને દંતેશ્વરના એક-એક દર્દીનો સમાવેશ થાય છે. 

  • રવિવારે વધુ 41 દર્દીઓ નેગેટિવ જાહેર થતાં રજા અપાઈ

1-જય દીપક પટ્ટણી, 19, , નાગરવાડા  2-ચંદ્રિકાબેન આર. કાછિયા પટેલ, નાગરવાડા  3-ખતીજા ગલબાવાલા, 65, નાગરવાડા  4-આરિફ મહેબૂબ સાહેલિયા, 33, નાગરવાડા 5-ફજલ મહંમદ દેરૈયા,નાગરવાડા 6-રમીજ રફિક દેરૈયા, નાગરવાડા 7-રિયાઝ અબ્બાસ સિંધી, નાગરવાડા 8-જાવેદ ગુફાર દેરૈયા, 39, નાગરવાડા 9-યાકુબભાઇ ભાલા, 70, નાગરવાડા  10-અબ્દુલ દૂધવાલા, 69, નાગરવાડા  11-શિતલ મુકેશભાઇ પવાર, 36, રાવપુરા  12-લતાબેન ચંદ્રકાંત પવાર, 65, રાવપુરા  13-મુકેશ ચંદ્રકાંત પવાર, 44, રાવપુરા  14-નયના જયેશ પટેલ, 36, રાવપુરા  15-જયેશ જયંતી પટેલ, 36, રાવપુરા 16-ભવ્યા રાજેશ પટેલ, 13, રાવપુરા  17-મહેબૂબખાન પઠાણ,.70, રાવપુરા  18-ભારતીબેન જયંત પટેલ, 54, રાવપુરા 19-પિયૂષ બીપીન પટેલ, 45, રાવપુરા  20-અરવિંદ રાણા, 55, પાણીગેટ  21-મીનાબેન અરવિંદભાઇ રાણા, 50, પાણીગેટ  22-હિરલ અરવિંદભાઇ રાણા, 28, પાણીગેટ  23-મહંમદ હનીફ જબુવાલા, 48, પાણીગેટ  24-અબ્દુલ દિવાન, 55, પાણીગેટ  25-ફરીદાબાનુ દીવાન, 25, પાણીગેટ  26-રુતુલ રાણા, 28, પાણીગેટ  27-સિયા મિનેશ રાણા, 17 મહિના, પાણીગેટ  28-ઇફ્તેખાન સૈયદ, 48, માંડવી  29-હુસેન ઇફ્તેખાન સૈયદ, 20, માંડવી  30-ઇન્દુબેન પટેલ, 78, માંજલપુર  31-ફેમિદા મેમણ, 50, મોગલવાડા  32-સચીન નરેશ પટેલ, 26, વાઘોડિયા રોડ  33-ગીતાબેન ઉમેશ માછી, 43, વાઘોડિયા રોડ  34-અનિલ ચેતનદાસ બ્રહ્મખત્રી, 41, ન્યૂ VIP રોડ  35-શિતલ કુમાર ઐયર, 40, દંતેશ્વર  36-પારુલ કમલેશ પટેલ, 40, કારેલીબાગ  37-મહેન્દ્ર મંગલભાઇ પ્રજાપતિ, 66, નવાબજાર 38-સુધાબેન યોગેશ ભોંસલે, 50, નવાબજાર  39-ગાયત્રી પરેશ પ્રજાપતિ, 27, નવાબજાર 40-પરિતોષ રાજેશ ભોંસલે, 23, નવાબજાર 41-યોગિની નિલેશ ગાયકે, 35, કાલુપુરા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો