લગ્નોની મોસમ પુરજોશમાં:શહેરમાં છેલ્લા 2 દિવસમાં 500થી વધુ લગ્નો યોજાયાં

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેવઊઠી એકાદશીથી શુભ મુહૂર્તોની શરૂઆત થતાં શહેરમાં લગ્નોની મોસમ પૂરજોશમાં ખીલી છે. શહેરમાં દેવદિવાળી બાદ સૌથી વધુ લગ્નો 21 નવેમ્બર, રવિવારે યોજાયા હતા. રવિવારે 300થી વધુ લગ્નોનું આયોજન સાથે 2 દિવસમાં 500થી વધુ લગ્નો શહેરમાં યોજાયાં હતાં. લગ્નોમાં ડીજે કે બેન્ડવાજાને પરવાનગી આપવામાં ન આવી હોવાથી પાર્ટીપ્લોટ કે લગ્નના સ્થળની આસપાસથી જ ઢોલી સાથે વરઘોડા નીકળ્યા હતા.

શહેરમાં ડિસેમ્બર સુધી 500 જેટલા પાર્ટીપ્લોટ, વાડી અને હોલમાં લગ્નોનાં બુકિંગ ફુલ થઈ ગયાં છે. કેટલાક હોલ, પાર્ટીપ્લોટમાં એક જ દિવસમાં બે-બે લગ્નોનાં આયોજન કરાઈ રહ્યાં છે. જે પાર્ટીપ્લોટમાં 2 હોલની વ્યવસ્થા હોય તો બંને હોલમાં જુદા જુદા લગ્ન થતાં હોય તેવા કિસ્સા જોવા મળી રહ્યા છે.

વાડી, હોલ અને પાર્ટી પ્લોટનાં બુકિંગ ફુલ
રવિવારે 300 થી 350 જેટલાં લગ્નોનું આયોજન થયું હતું. જ્યારે શનિ-રવિ બે દિવસ 500થી વધુ લગ્નોનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ હોલ, વાડી અને પાર્ટીપ્લોટમાં હાલ બુકિંગ ફુલ છે. > અનીલ પટેલ, ફરાસખાના એસો., પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...