તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વતન વાપસી:કોરોના વકરતાં યુનિવર્સિટીની હોસ્ટેલમાંથી 500થી ‌વધુ વિદ્યાર્થી વતન રવાના

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોસ્ટેલો ખૂલતાં માંડ 800 વિદ્યાર્થીઓ પરત આવ્યા હતા

કોરોના વકરતા એમ.એસ.યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા 500 વિદ્યાર્થીઓ વતન ભણી વાટ પકડી છે. રાજય સરકાર દ્વારા ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી હતી ત્યાર પછી હોસ્ટેલોમાં માંડ 800 વિદ્યાર્થીઓ પરત આવ્યા હતા.

કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે ફરી એક વાર ઓફલાઇન મોડનું શિક્ષણ ઓનલાઇન મોડ પર જતું રહ્યું છે. 10 એપ્રીલ સુધી ઓનલાઇન પરીક્ષા અને કલાસીસની સરકારે જાહેરાત કરી છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા શહેર બહારના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા માટે આવ્યા હતા. સરકારે પીજી,ટીવાય અને એફવાયના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણની જાહેરાત કરી હતી. યુનિવર્સિટીની હોસ્ટેલોમાં કોવિડની ગાઇડ લાઇન પ્રમાણે એક રૂમમાં બે વિદ્યાર્થીઓને રહેવા માટેની પરવાનગીઓ આપવામાં આવી હતી. જેના કારણે 800 જેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા હતા. જોકે ફરી એકવાર કોરોનાએ માથું ઉચકતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

કોરનાના કેસો વધતા વાલીઓએ તેમનાથી દૂર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહેલા તેમના સંતાનોને પરત બોલાવી લીધા છે. હોસ્ટેલમાંથી અત્યાર સુધી 500 જેટલા વિદ્યાર્થીઓ પરત પોતાના વતન જતા રહ્યા છે. જેના કારણે 300 જેટલા વિદ્યાર્થીઓ જ હાલમાં હોસ્ટેલમાં છે. જેમાં મોટાભાગના પીએચડી કરતા તથા પીજીના વિદ્યાર્થીઓ કે જેમનો અભ્યાસક્રમ લેન્થી છે તેવા વિદ્યાર્થીઓ જ અધ્યાપકનું ગાઇડન્સ મેળવી શકે તે માટે હોસ્ટેલમાં રોકાય ગયા છે. વર્તમાન પરિસ્થીતી જોતા નવા શૈક્ષણિક વર્ષ સુધી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ પરત ફરે તેવી શકયતા ઘણી ઓછી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો