ભાસ્કર ઇનસાઇટ:500થી વધુ શ્રીજી મંડળ 12 ફૂટથી ઊંચી મૂર્તિ બનાવવા ઉત્સાહી, સમય ઓછો હોવાથી 45 જેટલી બની શકશે

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાલુપુરા સાર્વજનિક મંડળ દ્વારા શ્રીજીની મૂર્તિ માટેની ટ્રોલીનું પાટ પૂજન કરાયું હતું. જેને હવે વર્કશોપ પર લઈ જવામાં આવશે. - Divya Bhaskar
કાલુપુરા સાર્વજનિક મંડળ દ્વારા શ્રીજીની મૂર્તિ માટેની ટ્રોલીનું પાટ પૂજન કરાયું હતું. જેને હવે વર્કશોપ પર લઈ જવામાં આવશે.
  • કાલુપુરા મંડળ દ્વારા મૂર્તિ માટેની ટ્રોલીનું પાટ-પૂજન

31 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવમાં સરકારે પ્રતિમાની ઊંચાઈ પર લગાવેલો પ્રતિબંધ ઉઠાવી લેતાં ગણેશ મંડળોમાં ઉત્સાહ છે. હાલ શહેરમાં મોટી મૂર્તિ બનાવનારા 10 મૂર્તિકારો પાસે 500 જેટલી ઈન્કવાયરી આવી છે, જેમાં મંડળો 10 ફૂટની પ્રતિમા સાથે 20 થી 22 ફૂટની આભા સહિત શણગાર સાથેનો ઓર્ડર આપી રહ્યાં છે. જોકે સમયની મર્યાદા હોવાથી મૂર્તિકારોએ વર્કશોપમાં 45 થી 50 મૂર્તિના જ ઓર્ડર લીધા છે.જેમાં ગણેશજીની મૂર્તિ 12 થી 15 ફૂટ બનાવી છે અને આભા સાથે 20 થી 22 ફૂટનું સ્ટ્રક્ચર રહેશે. બીજી તરફ કાલુપુરા સાર્વજનિક મંડળ દ્વારા શ્રીજીની મૂર્તિ માટેની ટ્રોલીનું પાટ પૂજન કરાયું હતું. જે ખેંચીને વર્કશોપ પર લઈ જવાશે. મૂર્તિ તૈયાર થતાં આગમન યાત્રા કઢાશે.

શહેરમાં અંદાજે 20 હજાર મંડળ શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરે છે. જેમાંથી 95 ટકા મંડળો દ્વારા માટીની 10 ફૂટથી નીચેની મૂર્તિનું જ ચાલુ વર્ષે સ્થાપન કરાશે. આ મૂર્તિઓ પ્રદર્શન મેદાનમાં ભરાતા મેળા તેમજ મૂર્તિકારો પાસેથી બનાવડાવશે. શહેરમાં સુરસાગરમાં વિસર્જનની પરંપરા બંધ થયા બાદ કૃત્રિમ તળાવમાં મોટા કદની મૂર્તિઓનું વિસર્જન કરવું સંભવ ન હોવાથી મંડળો દ્વારા 10 થી 15 ફૂટની મૂર્તિઓ જ બનાવાય છે. જ્યારે તેના ડેકોરેશન પાછળ મંડળો ખર્ચ કરતા હોય છે.

સમય સીમિત હોવાથી અમે મોટી પ્રતિમાના માંડ 3-4 ઓર્ડર લીધા
સમય ઓછો હોવાથી અમે 10થી 12 ફૂટની 3-4 મૂર્તિનો ઓર્ડર લીધો છે. કાલુપુરા મંડળમાં 9-10 ફૂટની મૂર્તિ અને શણગાર સાથે 19 થી 20 ફૂટનું સ્ટ્રક્ચર થશે. > અનિકેત મિસ્ત્રી,મૂર્તિકાર

મંડળોની 50થી વધુ ઈન્કવાયરી મળે છે, પણ હાલ કારીગરો નથી
મંડળોની 50થી વધુ ઈન્કવાયરી મળે છે, પરંતુ કારીગરો નથી. જે કારીગરો છે તેની સાથે થોડા સમયમાં મોટી મૂર્તિ બનાવવી સંભવ નથી. 4-5 મૂર્તિનો ઓર્ડર લીધો છે. > અશોક અજમેરી,મૂર્તિકાર

મુંબઈ-પૂણેથી 50 હજારથી વધુ મૂર્તિ વડોદરા પહોંચી
શહેરમાં ગણેશોત્સવના 1 મહિના પહેલાથી મુંબઈ-પૂણેથી ટ્રકમાં 50 હજારથી વધુ મૂર્તિઓ વડોદરામાં વેચાવા આવે છે. ચાલુ વર્ષે મૂર્તિઓના વેચાણ માટેના સ્ટોલ સિટી સહિતના વિસ્તારોમાં જોવા મળી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...