• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • More Than 500 Resident Doctors Of Sayaji Hospital In Vadodara Went On Indefinite Strike From Today Over Cost Demands Including 7th Pay Commission.

તબીબોની હડતાળ:વડોદરાની સયાજી હોસ્પિટલના 500થી વધુ રેસિડેન્ટ તબીબો સાતમા પગાર પંચ સહિતની પડતર માંગણીઓને લઇને આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા

વડોદરા4 મહિનો પહેલા
રેસિડેન્ટ તબીબો આજે માત્ર ઇમરજન્સી સેવા પર ફરજ બજાવશે
  • રેસિડેન્ટ તબીબોએ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસ બહાર દેખાવો કર્યાં હતા

બેચના બોન્ડનો સમયગાળો, સાતમા પગાર પંચ પ્રમાણેનું વેતન તેમજ અન્ય રાજ્યોની માફક એસઆર બોન્ડની યોજના રાજ્યમાં લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે વડોદરાની સયાજી હોસ્પિટલના રેસિડેન્ટ 500થી વધુ તબીબો આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. આજે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસ બહાર નિવાસી તબીબોએ દેખાવો કર્યાં હતા.

રેસિડેન્ટ તબીબો આજે માત્ર ઇમરજન્સી સેવા પર ફરજ બજાવશે
બરોડા મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા બુધવારે સાંજે 5 વાગ્યાથી ડયુટીથી અળગા રહીને વિરોધ દર્શાવાયો હતો. તેઓના જણાવ્યા પ્રમાણે બેચના બોન્ડનો સમયગાળો 1:2 રાખવા, બીજા તબીબી અધિકારીઓ મુજબ સાતમા પગાર પંચ પ્રમાણે વેતન આપવામાં આવે, પ્રથમ વર્ષના પી.જી મેડિકલના વિદ્યાર્થીઓ ન હોવાથી અને તેમનું શૈક્ષણિક વર્ષ કોરોનાના કારણે વેડફાયુ હોવાથી તેમની શૈક્ષણિક સંસ્થામાં નિમણૂંક કરવામાં આવે, અન્ય રાજ્યોની માફક SR+બોન્ડની યોજના ગુજરાતમાં પણ લાગુ કરાય તેવી માંગ ઉચ્ચારાઇ છે. સયાજી હોસ્પિટલના 500થી વધુ રેસિડેન્ટ તબીબો આજે માત્ર ઇમરજન્સી સેવા પર ફરજ બજાવશે.

રેસિડેન્ટ તબીબોએ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસ બહાર દેખાવો કર્યાં હતા
રેસિડેન્ટ તબીબોએ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસ બહાર દેખાવો કર્યાં હતા

સાતમા પગાર પંચ અનુસાર પગાર આપવા માંગ
કોવિડ ડયુટી કરનાર બોન્ડેડ નિવાસી તબીબો માટે સરકારે કરેલા આદેશનું પાલન ન કર્યું, જેથી સરકારે નવો આદેશ બહાર પાડી તબીબોને દૂર અંતરીયાળ ગામોમાં ફરજ સોંપી હતી. સિનિયર નિવાસી તબીબોને બોન્ડમાં ગણી લેવા માંગ કરી છે અને સાતમા પગાર પંચ અનુસાર પગાર આપવા માંગ કરી છે. આમ રેસિડેન્ટ તબીબો પોતાના પડતર પ્રશ્નો મુદ્દે હડતાળ પર ઉતર્યા અને સાતમા પગાર પંચ સહિતના પ્રશ્નો ઉકેલવા માગ કરી રહ્યા છે.

500થી વધુ રેસિડેન્ટ તબીબો સાતમા પગાર પંચ સહિતની પડતર માંગણીઓને લઇને આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા
500થી વધુ રેસિડેન્ટ તબીબો સાતમા પગાર પંચ સહિતની પડતર માંગણીઓને લઇને આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા
અન્ય સમાચારો પણ છે...