ભાવમાં વધારો:ક્રિસ્મસ-થર્ટી ફર્સ્ટમાં 50 હજારથી વધુ લોકો મુંબઈ-ગોવા જશે,ફ્લાઇટનાં ભાડાં આસમાને

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • તમામ ટ્રેનોમાં વેઇટિંગ, લોકોની કાર સહિતનાં વાહન ભાડે કરવા માટે ઇન્ક્વાયરી
  • એનઆરઆઇની ટુરના કારણે રાજસ્થાનમાં હોટલના ભાવમાં ત્રણ ગણો વધારો

ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે શહેર અને આસપાસના વિસ્તારોમાંથી 50 હજાર લોકો મુંબઈ અને ગોવા જશે. મુંબઈ-ગોવાની ટ્રેનમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે. જ્યારે વડોદરાથી મુંબઈની રાતની ફ્લાઈટનું ભાડું 9 હજાર થયું છે.લગ્ન સિઝન, હનીમૂન પેકેજ અને એનઆરઆઈ સિઝનને પગલે વડોદરાથી મુંબઈ જતી તમામ ટ્રેનોમાં ટિકિટમાં 50 જેટલું વેઇટિંગ જોવા મળી રહ્યું છે.

વડોદરાથી એકમાત્ર ટ્રેન બરોડા એક્સપ્રેસમાં પણ 22, 23, 24 ત્રણે તારીખ ટ્રેનની એક પણ ટિકિટ ખાલી ન હોવાનું જણાય છે. ટ્રેનમાં બુકિંગ ન હોવાથી લોકો કાર અને અન્ય વાહનો ભાડે કરી જઇ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. ટુર ઓપરેટર સુનિલ સોનીએ જણાવ્યું હતું કે, વડોદરાથી થર્ટી ફર્સ્ટ માટે દમણ કે રાજસ્થાન લોકો જતા નથી, પરંતુ એનઆરઆઈની ટુરને પગલે રાજસ્થાન પણ હોટલોના ભાવ ત્રણ ઘણા વધ્યા છે.

વડોદરાથી કઈ ટ્રેનમાં કેટલું વેઇટિંગ ?

  • બરોડા એક્સપ્રેસ :થર્ડ AC : 50, સેકન્ડ AC : 40, સ્લીપર:125
  • ગોવા માટે રાજધાની : ફર્સ્ટ AC : 7, સેકન્ડ AC : 15, થર્ડ AC : 30
  • નિઝામુદ્દીન અર્નાકુલમ : થડે AC : 45, સેકન્ડ AC : 55, સ્લીપર : 90

એક માત્ર ટ્રેન હોવાથી ખૂબ મુશ્કેલી પડે છે
મુંબઈ જવા માટે તમામ ટ્રેન આગળથી આવે છે, જેથી રિઝર્વેશન મળતું નથી. વડોદરાના લોકોને આગળના સ્ટેશનથી બુકિંગ કરાવવા પડે છે અને ખૂબ મુશ્કેલી પડે છે. 22, 23, 24 ડિસેમ્બરની તમામ ટ્રેન, મુંબઈ જતી ફુલ છે. - આલોક ઠક્કર, ટુર ઓપરેટર

અન્ય સમાચારો પણ છે...