તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:કોરોનાના નવા 93 કેસ પૈકી શહેરના 50થી વધુ

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાજા થયેલા દર્દીની સંખ્યા 15,000 નજીક પહોંચી

વડોદરા શહેર-જિલ્લામાં શનિવારે 93 પોઝિટિવ દર્દીઓ નવા નોંધાયા છે. કોરોનાની સારવાર દરમિયાન શનિવારે 5 વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા. હવે પોઝિટિવ દર્દીઅોનો આંક 16,365 પર અને સાજા થયેલા દર્દીઓ 14,893 થઇ ગયા છે. છેલ્લા 7 દિવસમાં 493 દર્દીને કોરોનામાંથી ડિસ્ચાર્જ અપાયો છે. સોમવારે સાજા થયેલા દર્દીઓનો આંક 15 હજારને વટાવી જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

જોકે શહેરમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી દિવસથી કેસો ઘટવાની ઝડપ પર રોક આવી ગઇ છે જે તંત્ર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. શહેરમાં બે અઠવાડિયાથી 52થી 58 દર્દીઓ રોજ આવી રહ્યાં છે. ગામડાઓમાં પણ કોરોનાના 35 જેટલા નવા દર્દીઓ નોંધાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં તહેવારોને લીધે ખરીદી નીકળી રહી હતી અને લોકો બજારોમાં ઉમટતાં હવે શહેરમાં સેકન્ડ વેવની શક્યતા ડિસેમ્બર-જાન્યુઆરીમાં આવશે તેવું તંત્ર અગાઉ જ જાહેર કરી ચૂક્યું છે. કોરોનાની હોસ્પિટલોમાં સક્રિય સારવાર લઇ રહેલા દર્દીઓ ઘટીને 1166 નોંધાયા હતા. જે પૈકીના 152ને ઓક્સિજન પર વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો