તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • More Than 4225 Crore Patients From The State Have Been Admitted To Vadodara. According To Vinod Rao, The Government's Statistics Game Opened Up And Turned Around In 5 Hours

આંકડાઓમાં ‘વિનોદ’ ભારે પડ્યો:સરકારની આંકડાની રમત ખુલ્લી પડીઃ OSD ડૉ. વિનોદ રાવે કહ્યું, ‘રાજ્યના સૌથી વધુ 4225 કોરોના દર્દી વડોદરામાં દાખલ’, પછી 5 કલાકમાં ફેરવી તોળ્યું

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો. વિનોદ રાવ, કોરોના ઓએસડી, વડોદરા - Divya Bhaskar
ડો. વિનોદ રાવ, કોરોના ઓએસડી, વડોદરા
  • 4363 દર્દી છે જેમાં નેગેટિવ સહિતના છે

કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 4225 દર્દીઓ વડોદરાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યાં હોવાનું અને સેકન્ડ વેવમાં કોરોના વિસ્ફોટ બાદ વડોદરામાં રાજ્યના સૌથી વધુ 310 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યાં હોવાનું કોરોના ઓએસડી ડો. વિનોદ રાવે જણાવ્યું હતું. જો કે 5 કલાકમાં જ તેમણે ફેરવી તોળતા કહ્યું હતું કે વડોદરામાં ટોટલ બેડ પર 4363 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. જેમાં નેગેટિવ જાહેર થયેલા અને ડિસ્ચાર્જની રાહ જોતા, લેબોરેટરી દ્વારા કન્ફર્મ્ડ કેસ, આરટીપીસીઆરની રાહ જોતા સસ્પેક્ટેડ કેસો અને બહારના રાજ્યો અને જિલ્લામાંથી આવતા દર્દીઓનો પણ સમાવેશ થાય છે.

3 હજારથી વધુ બેડ ખાલી હોવાનો દાવો
આ ઉપરાંત એવી પણ સ્પષ્ટતા કરી કે, રાજ્યના જે 83 દર્દીઓ વેન્ટિલેટર પર છે તે માત્ર ઇન્વેઝિવ વેન્ટિલેટર પરના દર્દી છે. વડોદરામાં ઇન્વેઝિવ વેન્ટિલેટર પર 28 દર્દી સારવાર લઇ રહ્યાં છે.તંત્રના દાવા મુજબ વડોદરામાં કુલ 7314 કોરોના બેડ હોવાથી હજી પણ 3 હજારથી વધુ કોરોના બેડ ખાલી છે. 26મી માર્ચે ઓક્સિજન બેડ પર રહીને કોરોનાની સારવાર લઇ રહ્યાં હોય તેવા રાજ્યભરના કુલ દર્દીઓ પૈકીના 47 ટકા (કુલ 2650માંથી 1240 દર્દી) વડોદરામાં સારવાર લઇ રહ્યાં હતા. જ્યારે 27મીએ સાંજે આ આંક વધીને 1642 પર પહોંચ્યો હતો. આ જ કારણસર વડોદરામાં રાજ્યનો કુલ ઓક્સિજન વપરાશ પણ હાલમાં સૌથી વધુ છે. રાજ્યનો 35 ટકા મેડિકલ ઓક્સિજન રોજનો વડોદરામાં વપરાય છે. જ્યારે અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં 336 દર્દીઓ પૈકી 120 બેડ પર ઓક્સિજનના દર્દીઓ છે અને રોજનો ઓક્સિજન 10 ટન વપરાય છે.

રાજ્યના સૌથી વધુ દર્દીઓ છતાં વડોદરામાં તકલીફ નથી
વડોદરામાં રાજ્યના સૌથી વધુ 4363 કોરોના દર્દીઓ ઓક્સિજન બેડ પર સારવાર લઇ રહ્યાં છે,310 દર્દી જુદા જુદા પ્રકારના વેન્ટીલેટર પર છે છતાં વડોદરા શહેરમાં કોઇ કટોકટી સર્જાઇ નથી. કારણ કે હજી પણ 2000 જેટલા બેડ ખાલી છે. આ ઉપરાંત ધીરજ, બાબરિયા અને પાયોનિયર ત્રણેય હોસ્પિટલમાં અમે વધારાના 1500 બેડનું આયોજન કરી રહ્યાં છીએ. - ડો. વિનોદ રાવ, કોરોના ઓએસડી, વડોદરા

રાજ્ય અને વડોદરાના ઓક્સિજન પરના દર્દીઓની સરખામણી

તારીખગુજરાતમાં કુલ દર્દીવડોદરામાં કુલ દર્દી
1 માર્ચ588197
11 માર્ચ740272
20 માર્ચ1260844
25 માર્ચ124671231
26 માર્ચ26501240
અન્ય સમાચારો પણ છે...