તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા શહેરના છેવાડે કોયલી ગામ પાસે આવેલી IOCLના કોન્ટ્રાકટ પરના 400થી વધુ કર્મચારીઓને 2 મહિનાથી પગાર ન મળતા કંપનીના ગેટ બહાર હોબાળો મચાવ્યો હતો અને 2 મહિનાનો પગાર ચુકવવાની માંગ કરી હતી.
કર્મચારીઓએ 2 મહિનાનો પગાર આપવાની માંગ કરી
કોરોના વાઈરસને લઇને લોકડાઉનમાં કોઈનો પગાર ન રોકવાના સરકારનો આદેશ હોવા છતાં IOCLના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને માર્ચ અને એપ્રિલ માસનો પગાર ચુકવવામાં આવ્યો નથી. જેને પગલે કર્મચારીઓનો રોષ જોવા મળી રહ્યો છે. બે મહિનાનો પગાર ન મળતા કર્મચારીઓને પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયું છે. જેથી આજે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ IOCL ગેટ ઉપર એકત્ર થયા હતા અને હોબાળો મચાવ્યો હતો અને 2 મહિનાનો પગાર આપવાની માંગ કરી હતી. લોકડાઉનમાં પગાર ન મળતા ખુબ જ મુશ્કેલીમાં મુકાઇ ગયા છીએ
IOCLના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, લોકડાઉનમાં પગાર ન મળતા ખુબ જ મુશ્કેલીમાં મુકાઇ ગયા છીએ અને પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બની ગયું છે. અમને પગાર મળે તો અમારી મુશ્કેલી દૂર થઇ શકે તેમ છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.