એડમિશન:MSUમાં નવા સત્ર માટે 36 હજારથી વધુનું રજિસ્ટ્રેશન

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર ફોર્મ ફી પેટે 80 લાખથી વધુની આવક થઇ

એમ.એસ.યુનિવર્સીટીની વિવિધ ફેકલ્ટીઓમાં નવા શૈક્ષણિક સત્ર માટે એડમિશનની ઓનલાઇન પ્રક્રિયા શરૂ  કરવામાં આવી હતી. અત્યાર સુધી યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં એડમિશન મેળવવા માટે 36 હજારથી વધુ વિદ્યાર્થીઓને ઉમેદવારી નોંધાવી છે. જેનાથી યુનિવર્સીટીને માત્ર ફોર્મ ફી પેટે 80 લાખથી વધુની આવક થઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ધોરણ 12 સાયન્સ અને કોમર્સના રિઝલ્ટ જાહેર થઇ ગયા હતા. જેને કારણે એમ.એસ.યુનિવર્સીટીની વિવિધ ફેકલ્ટીઓમાં નવા શૈક્ષણિક સત્ર 2020-21 માટે એડમિશનની પ્રક્રિયા શરુ થઇ ગઈ હતી. અત્યાર સુધી વિવિધ ફેકલ્ટીઓમાં એડમિશન મેળવવા શહેર, જિલ્લા, તથા રાજ્ય બહારના કુલ 36,990 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જે પૈકી 22,535 વિદ્યાર્થીઓએ વિવિધ ફેકલ્ટીઓમાં એડમિશન માટેની એપ્લિકેશન પૂર્ણ કરી હતી. જ્યારે, 19,044 વિદ્યાર્થીઓએ એપ્લિકેશન ફી ભરી દીધી છે. યુનિવર્સીટીને અત્યાર સુધી 80 લાખથી વધુની આવક માત્ર ફોર્મ ફી પેટે થઇ છે.  

અન્ય સમાચારો પણ છે...