તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાના કેસો ઘટતાં લોકોમાં હવે તેનો ખોફ ઓછો થયો છે સાથે જ એરપોર્ટમાં પણ ચહલપહલ વધી છે. છેલ્લા એક મહિના દરમિયાન વડોદરા એરપોર્ટના એર ટ્રાફિકમાં 8%નો વધારો નોંધાયો છે. વડોદરા ઇન્ટીગ્રેડેટ એરપોર્ટ સૂત્રના જણાવ્યા મુજબ ડિસેમ્બર મહિનામાં હવાઇ યાત્રા કરનારા 38,555 મુસાફરો વડોદરા એરપોર્ટ પર નોંધાયા હતા. જ્યારે જાન્યુઆરી મહિનામાં આ સંખ્યા વધીને 41,741 થઇ ગઇ હતી. એક મહિનામાં 3,186 પેસેન્જર્સનો એર ટ્રાફિક વધ્યો હતો.
બીજા શબ્દોમાં કહીએ તો રોજના સરેરાશ 100 કરતાં વધુ હવાઇ મુસાફરોની વડોદરા એરપોર્ટ પર અવરજવર વધી હતી. આગામી સમયમાં આ સંખ્યા વધુ નોંધાય તેવી શક્યતા છે. જોકે હાલમાં ભલે કોરોનાના કેસો ઘટ્યા હોય પણ એરપોર્ટ ખાતે સાવચેતીનાં પગલાં લેવાનું યથાવત્ છે. ઉલ્લેખનીય છે કે, કોરોના અગાઉ વડોદરા ઇન્ટીગ્રેડેટ એરપોર્ટ પર મહિને સરેરાશ એક લાખથી વધુ મુસાફરોની અવરજવર રહેતી હતી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.