પરીક્ષા:SY-TY બીકોમના 300થી વધુ વિદ્યાર્થીઓની રિઇન્ટર્નલ બાકી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં રિઇન્ટર્નલ નહિ થાય ત્યાં સુધી એન્ડ સેમ પરીક્ષા નહિ થઇ શકે

યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એસવાય અને ટીવાયના 300થી વધારે વિદ્યાર્થીઓની રી-ઇન્ટર્નલ બાકી હોવાથી એન્ડ સેમ પરીક્ષાઓ જયાં સુધી વિદ્યાર્થીઓની રી-ઇન્ટર્નલ નહિ થાય ત્યાં સુધી નહિ યોજાઇ શકે. 30 એપ્રીલ સુધીમાં કોમર્સમાં જે પણ અભ્યાસક્રમ બાકી છે તે વહેલી તકે પૂર્ણ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે. એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એસવાય બીકોમ અને ટીવાય બીકોમના જે વિદ્યાર્થીઓ ઇન્ટર્નલ પરીક્ષાઓ આપી શકયા નથી તેમના માટે રી-ઇન્ટર્નલ પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. આ પરીક્ષાઓને એરીયર ટેસ્ટ કહેવામાં આવે છે.

એસવાય અને ટીવાય બીકોમના અંદાજે 300થી વધારે વિદ્યાર્થીઓ કોઇને કોઇ કારણોસર પરીક્ષા આપી શકયા નથી. આ વિદ્યાર્થીઓ માટે એરીયર ટેસ્ટ યોજવાની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. જેના પગલે ફાઇનલ પરીક્ષાની તારીખો પણ જાહેર કરાઇ નથી. જયાં સુધી વિદ્યાર્થીઓના એરીયર ટેસ્ટ પૂરા થયા પછી જ ફાઇનલ પરીક્ષાઓ લઇ શકાશે.

ફાઇનલ પરીક્ષાઓની તારીખ જાહેર કરતાં પહેલા રી-ઇન્ટર્નલની તારીખો જાહેર કરીને પરીક્ષાઓ લેવી પડશે. છેલ્લા બે વર્ષથી કોમર્સ ફેકલ્ટીનું શૈક્ષણિક કેલેન્ડર યોગ્ય રીતે ચાલતુ ના હોવાથી વિદ્યાર્થીઓ અટવાઇ રહ્યા છે. સમય કરતાં મોડુ કેલેન્ડર ચાલી રહ્યું છે. 30 એપ્રીલ સુધીમાં અભ્યાસ ક્રમ પૂરો કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...