તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી પર આશંકા:વડોદરાના દૂધવાળા મહોલ્લામાં મોડી રાતે જનાજામાં 300થી વધુ લોકો માસ્ક વગર જોડાતાં નિયમોના ધજાગરા; પોલીસ ચેતવણી આપીને રવાના!

વડોદરા3 મહિનો પહેલા
દૂધવાળા મહોલ્લામાં જનાજામાં ભેગી થયેલી ભીડ CCTVમાં કેદ થઈ હતી.
  • પોલીસની PCR વાન ભીડ ભેગી ન કરવાની માત્ર ચેતવણી આપી રવાના થઈ ગઈ

દુધવાળા મહોલ્લામાં રવિવારે મોડી રાતે નીકળેલા જનાઝામાં 300થી વધુ લોકો માસ્ક વિના જોડાયા હતા. મોડી રાતે ન્યાયમંદિર પાસે ભીડ ભેગી થતાં પોલીસની પીસીઆર વાન પહોંચી હતી અને ભીડ ભેગી ન કરવા ચેતવણી આપી રવાના થઈ હતી. જોકે મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં જનાજામાં જોડાઈને ગાઈડ લાઈનનો ભંગ કર્યો હતો.

તમામે માસ્ક પહેર્યા નહોતા
સૂત્રોના જણાવ્યા અનુસાર મુસ્લિમ સમાજના એક પરિવારમાં મોત થતાં દૂધવાળા મહોલ્લામાં રવિવારે મોડી રાતે દોઢ વાગે જનાજો નીકળ્યો હતો. જેમાં 300થી વધુ લોકો જોડાયા હતા. તમામે માસ્ક પહેર્યાં ન હતાં. જનાઝામાં માત્ર 20 લોકોને જ સામેલ થવાની ગાઈડ લાઈનનો ભંગ થયો હતો. ભીડ ભેગી થયાના સમાચાર મળતાં 1:40 થી 1:45 વાગ્યા વચ્ચે પોલીસની પીસીઆર વાન પહોંચી હતી અને ભીડ ભેગી ન કરવાની ચેતવણી આપી જતી રહી હતી. ભીડનાં દૃશ્ય સીસીટીવીમાં કેદ થયાં હતાં. વાડી પોલીસે તપાસ શરૂ કરી હતી.

CCTVના ફૂટેજ અંગે તપાસ કરી રહ્યાં છીએ
જનાજાના સીસીટીવી ફૂટેજ અંગે તપાસ કરાવી રહ્યાં છે. ખરેખર આ ફુટેજ રવિવારે રાતના છે કે જૂના ફૂટેજ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે પોલીસની એક ટીમ પણ વિસ્તારમાં આ બાબતે પૂછપરછ કરી રહી છે. > કે.પી.પરમાર, પીઆઈ, વાડી પોલીસ સ્ટેશન

અન્ય સમાચારો પણ છે...