તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દોરીથી પક્ષીઓની જીવાદોરી કપાઈ:વડોદરામાં બે દિવસમાં રાજહંસ અને ઘુવડ સહિત 300થી વધુ પક્ષીઓ દોરીથી ઇજાગ્રસ્ત થયા, 35 કબૂતરના મોત

વડોદરા5 મહિનો પહેલા
PPE કીટ પહેરીને પક્ષીઓને સારવાર અપાઈ - Divya Bhaskar
PPE કીટ પહેરીને પક્ષીઓને સારવાર અપાઈ
  • બર્ડ ફ્લૂના કહેરને કારણે PPE કીટ પહેરીને પક્ષીઓને સારવાર અપાઇ

મુખ્યમંત્રી પ્રેરિત કરૂણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર્વે દોરીથી ઇજાગ્રસ્ત બનેલા 300થી વધુ પક્ષીઓની સારવાર કરીને એમની જીવન રક્ષાકરવામાં આવી હતી. બર્ડ ફ્લૂના કહેરને કારણે PPE કીટ પહેરીને પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી.

300થી વધુ દોરાથી ઘાયલ પક્ષીઓને સારવાર અપાઇ
ગંભીર ઇજા પામેલા અને લાંબી સારવારની જરૂર વાળા પક્ષીઓને સયાજીબાગમાં આવેલા રેસ્કયૂ સેન્ટર ખાતે ઇન્ડોર પેશન્ટની જેમ રાખવામાં આવ્યા હતા. કરૂણા અભિયાન અંતર્ગત રિસ્પોન્સ કમ રેસ્ક્યૂ સેલ બનાવાયા હતા. જેમાં 300થી વધુ દોરાથી ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં 200થી વધુ કબૂતર ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે 35 જેટલા કબૂતરના મોત થયા હતા.

300થી વધુ પક્ષીઓની સારવાર કરાઈ
300થી વધુ પક્ષીઓની સારવાર કરાઈ

4 સમડી, એક કાગડો, એક પોપટ ઇજાગ્રસ્ત
4 સમડી, એક કાગડો, એક પોપટ, એક ઘુવડ એક મોર, 3 કાકણસાર, એક કલકલીયો, એક, રાજહંસ, એક હોલો, એક બતક, એક નકટો, એક ટીંટોડી, 2 બગલા ઇજાગ્રસ્ત થયા હતા. વડોદરા વન વિભાગની કચેરીએ તમામને સારવાર અપાઈ રહી છે. જ્યારે કાકણસારનું મોત થયું હતું.

પક્ષીઓને સયાજીબાગમાં આવેલા રેસ્ક્યૂ સેન્ટર ખાતે ઇન્ડોર પેશન્ટની જેમ રાખવામાં આવ્યા
પક્ષીઓને સયાજીબાગમાં આવેલા રેસ્ક્યૂ સેન્ટર ખાતે ઇન્ડોર પેશન્ટની જેમ રાખવામાં આવ્યા
35 જેટલા કબૂતરના મોત થયા
35 જેટલા કબૂતરના મોત થયા
અન્ય સમાચારો પણ છે...