આરોગ્ય:વડોદરામાં સયાજી હોસ્પિટલની માયક્રોબાયોલોજી લેબમાં ૩ લાખથી વધુ RT-PCR ટેસ્ટ સેમ્પલની ચકાસણી કરાઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 23 માર્ચ-2020થી 20 ડિસેમ્બર 2021 સુધીના અવિરત કર્મયોગનું સરવૈયું
  • હાલમાં દૈનિક સરેરાશ સાડા ત્રણસોથી વધુ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે આવી રહ્યા છે

એ તબીબો અને આરોગ્ય કર્મચારીઓ તા.23 માર્ચ,2020થી અવિરત કર્મયોગ થાક્યા વગર કરી રહ્યાં છે.તેમનું કામ વિવિધ આરોગ્ય સંસ્થાઓ માં રોજેરોજ લેવામાં આવતા આરટીપીસીઆર ટેસ્ટના સેમ્પલ ચકાસીને પોઝિટિવ કે, નેગેટિવની પુષ્ટિ કરવાનું છે. આ કામ ખૂબ જ સચોટ રીતે થવું જરૂરી છે કારણ કે તેમણે આપેલા પરિણામને આધારે જ સદીની કદાચ સૌથી ભયાનક મહામારી કોવિડનો ચેપ સંબંધિત વ્યક્તિને લાગ્યો છે કે નથી લાગ્યો તે નક્કી થાય છે અને ચેપ લાગ્યો હોય તો નિર્ધારિત સારવારની શરૂઆત ટેસ્ટ ના પરિણામ ને આધારે જ શરૂ થાય છે.

વાત છે સયાજી હોસ્પિટલની માયક્રોબાયોલોજી વિભાગની લેબની. સયાજી હોસ્પિટલ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે તો આ લેબ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી લેબ છે. અત્રે માત્ર કોવિડ નહીં પણ અન્ય ઘણાં રોગોના નિદાન માટે લેવામાં આવતા નમુનાઓનું સચોટ પરીક્ષણ કરીને અહેવાલ આપવામાં આવે છે. આ લેબ માયક્રોબાયોલોજી વિભાગ દ્વારા સંચાલિત છે જેનું નેતૃત્વ બરોડા મેડિકલ કોલેજના ડીન અને આ વિભાગના વડા પ્રાધ્યાપક ડો.તનુજા જાવડેકર કરી રહ્યાં છે. અહીં રાજ્ય સરકારે સચોટ પરીક્ષણ માટે જરૂરી અદ્યતન બલ્કે સ્ટેટ ઓફ આર્ટ કહી શકાય ઉપકરણો અને સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવી છે.

તા.23 માર્ચ,2020ના રોજ કોવિડ સેમ્પલના પરીક્ષણની અગત્યની સુવિધા આ લેબમાં શરૂ થઈ તેવી જાણકારી આપતાં કોવિડ સારવારના નોડલ વહીવટી અધિકારી અને સહ પ્રાધ્યાપક ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે તા.20 ડિસેમ્બરના રોજ અત્રે કરવામાં આવેલા કોવિડ સેમ્પલ પરીક્ષણનો આંકડો ૩ લાખને વટાવી ગયો છે.સચોટ આંકડો આપીએ તો અહીં ઉપરોક્ત સમયગાળા દરમિયાન 301868 નમૂનાઓ નું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું કે હાલમાં સયાજી હોસ્પિટલની કોવિડ ઓપીડી માં આરટીપીસીઆર અને રેપિડ બંને પ્રકારના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. અહીં થતાં ટેસ્ટના અને અન્ય સરકારી આરોગ્ય સંસ્થાઓમાં કરવામાં આવેલા ટેસ્ટ ના નમૂના પરીક્ષણ માટે આ લેબમાં મોકલવામાં આવે છે.હાલમાં દૈનિક સરેરાશ 350થી વધુ નમૂનાઓ ની ચકાસણી અત્રે થઈ રહી છે.આનંદ ની વાત છે કે તા.3 ડિસેમ્બર પછી ચકાસેલા તમામ નમૂના નેગેટિવ જણાયા છે. આ પૈકી તા.14 થી 18 ડિસેમ્બર દરમિયાન આ લેબમાં સરેરાશ 800થી વધુ કોરોના ટેસ્ટ ના નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેની નોંધ લેવી ઘટે.

સયાજી હોસ્પિટલ ની કોવિડ ઓપીડી માં કોરોના પરીક્ષણ માટે રેપિડ અને આરટીપિસીઆર ટેસ્ટ કરવામાં આવે છે.ત્યાં થી આરટીપીસીર ટેસ્ટ સેમ્પલ પરીક્ષણ માટે આ લેબમાં આવે છે.આ ઉપરાંત વડોદરાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,જિલ્લાના ગ્રામીણ સરકારી દવાખાના,શહેરની ઈ.એસ.આઇ,ચેપીરોગ અને જમનાબાઈ જેવી હોસ્પિટલો તેમજ છોટાઉદેપુર જેવા જિલ્લા જ્યાં આ પ્રકારની લેબની સુવિધા નથી ત્યાં લેવામાં આવતા આરટીપીસીર કોરોના સેમ્પલ પરીક્ષણ માટે આ લેબમાં આવે છે.

લોકોની આરોગ્ય રક્ષા માટેનો આ કર્મયોગ છે જે સયાજીની માયક્રોબાયોલોજી વિભાગમાં સતત થાક્યા વગર કરવામાં આવી રહ્યો છે.આ કર્મયોગ અને તેની સાથે સંકળાયેલા કર્મયોગી સલામ ને પાત્ર છે. છેલ્લા ૨૦ દિવસમાં આ લેબમાં ૧૧૭૩૮ આરટીપીસીર સેમ્પલ ચકાસવામાં આવ્યાં: તમામ નો નેગેટિવ રિપોર્ટ મળ્યો. સયાજી હોસ્પિટલના કોરોના સારવાર વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે તા. ૧લી ડીસેમ્બર થી ૨૦ મી ડીસેમ્બર સુધીમાં સયાજી હોસ્પિટલની માયક્રોબાયોલોજી લેબમાં કુલ ૧૧૭૩૮ આરટીપીસીર ટેસ્ટ સેમ્પલ નું પરીક્ષણ કરવામાં આવ્યું.સદભાગ્યે આ તમામ કોરોના નેગેટિવ જણાયા છે.

તેમણે જણાવ્યું કે તા.૨૩ મી માર્ચ,૨૦૨૦ ના રોજ પાદરા તાલુકાના રણું ગામના અમરતબેન ને સયાજીમાં રિફર કરવામાં આવ્યા જેમનો પ્રથમ આરટીપીસીર ટેસ્ટ કરીને સેમ્પલ નું લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું જે સદભાગ્યે નેગેટિવ હતું. કોવિડ ૧૯ માટેની આઈસીએમઆર સ્ક્રીનીંગ ટેસ્ટ કીટ દ્વારા આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...