કોરોના રસીકરણ:અત્યાર સુધી 3 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન, 18 પ્લસ જૂથમાં 18,139 લોકોઅે પ્રથમ ડોઝ લીધો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રજિસ્ટ્રેશન વિના ગયેલા લોકોને પરત જવુ પડ્યું

શહેરમાં ચાલી રહેલા વેક્સિનેશનમાં મંગળવારે 18થી 44 વય જૂથમાં 18139 લોકોઅે પ્રથમ ડોઝ લીધો હતો. 45થી વધુ વયમાં 2146 લોકોઅે પ્રથમ અને માત્ર 21 લોકોઅે બીજો ડોઝ મૂકાવ્યો હતો. શહેરમાં અત્યાર સુધી 3 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન થયુ છે.

શહેરમાં સતત બીજા દિવસે 18 થી 44 વર્ષની વયજૂથના 20 હજાર લોકોને રસી મુકવા ના લક્ષ્ય સાથે રસીકરણ હાથ ધરાયું હતું 100 સેન્ટર ઉપર હાથ ધરાયેલા રસીકરણમાં રજિસ્ટ્રેશન વગરના લોકો પણ ઉમટી પડ્યા હતા. સોમવારે કેન્દ્ર સરકાર દ્વારા રજિસ્ટ્રેશન વગર રસીકરણ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી પરંતુ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં આ નિયમ લાગુ નહીં પડે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી, તેમ છતાં દરેક રસીકરણ સેન્ટર પર અંદાજે 10 થી 12 લોકો રસી મુકાવવા તેમજ પૂછપરછ માટે આવ્યા હતા.

રસીના 44 હજાર ડોઝ જ બાકી રહ્યા
કોર્પોરેશન પાસે માત્ર 44 હજાર રસીના ડોઝ છે. જેમાંથી બુધવારે રસી અપાશે. ગુરુવાર સુધીમાં જો નવો જથ્થો નહીં આવે તો મુશ્કેલી ઊભી થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...