તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું માઇક્રો પ્લાનિંગ:વડોદરામાં કેસ ઘટતાં 160 હોસ્પિટલોમાં 2600થી વધુ બેડ ઓછા કર્યા; થર્ડ વેવ માટે 200 વેન્ટિલેટર્સ, 1000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ લવાયાં

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાના બીજા વેવમાં જે તકલીફોનો સામનો કર્યો છે તેનું પુનરાવર્તન ન થાય તે માટે હોસ્પિટલોની તૈયારી શરૂ
  • બેડ વધારવાના અને પાવર બેકઅપ માટે ડીજી સેટ લાવવાના પ્રયાસો પણ શરૂ કર્યા

2 અઠવાડિયા કરતાં વધુ સમયથી કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે હોસ્પિટલોએ સુવિધા અને ક્ષમતા વધારવા પ્રયાસ શરૂ કર્યા છે. પરિણામે ખાનગી હોસ્પિટલોમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા વધી રહી છે. ત્રીજો વેવ આવે ત્યારે મેડિકલ સાધનોને મુદ્દે મુશ્કેલી ન સર્જાય તે માટે હોસ્પિટલો સજ્જ બની છે. 20 દિવસ અગાઉ 985થી વધુ કેસ આવતા હતા, તે ઘટીને અડધાથી ઓછી થઇ છે.

બીજા વેવમાં 1000 કોન્સ્ટ્રેટર્સ આવ્યા
રવિવારે 421 નવા કેસ આવ્યા હતા. હોસ્પિટલોમાં 14,200 બેડ ઉપલબ્ધ હતા, આજે 11,500ની આસપાસ થઇ ગયા છે. પાલિકાના રિપોર્ટસ મુજબ 15થી 20 દિવસમાં બેડ 2600થી વધુ ઓછા થઇ ગયા છે. સેગમેન્ટ 1ની હોસ્પિટલમાં વેન્ટિલેટર ન હોય તેમણે વેન્ટિલેટર સાથે આઇસીયુ અપગ્રેડ કરવાની શરૂઆત કરી છે. તબીબોના અંદાજ મુજબ બીજા વેવમાં 1000 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ આવ્યાં છે. જ્યારે 200થી વધુ વેન્ટિલેટર્સ હોસ્પિટલોએ મગાવ્યાં હતાં. એટલું જ નહીં એકથી દોઢ મહિનામાં 50 વેન્ટિલેટર્સ આવશે. ઉપરાંત પાવર બેકઅપ માટે ડીજી સેટ પણ વસાવવાના શરૂ કર્યા છે.

તકલીફોનું પુનરાવર્તન ન થાય તે માટે તૈયારી
3 લાખથી 20 લાખ સુધીના ડીજી સેટ 20થી વધુ કંપનીએ 2 મહિનામાં મૂકાયા છે. શહેરની હોસ્પિટલોના એસો. સેતુના પ્રેસિડેન્ટ ડો. કૃતેશ શાહે જણાવ્યું કે, ‘હોસ્પિટલોએ બીજા વેવમાં જે તકલીફોનો સામનો કર્યો છે તેનું પુનરાવર્તન ન થાય તે માટે તૈયારી શરૂ કરાઈ રહી છે. ઉપરાંત ફાયર એનઓસી માટે પણ હોસ્પિટલો પ્રયાસ કરી રહી છે.’

ઉપકરણોના કેલિબ્રેશન કરવાના ઓર્ડર્સ આપ્યાં
હોસ્પિટલોના વેન્ટિલેટર્સ ફાજલ પડ્યાં હોવાથી તેના પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ઉપરાંત ફુલ સર્વિસિંગ કરાવવાનું હોસ્પિટલોએ શરૂ કર્યું છે. બાયોમેડિકલ એન્જિનિયરિંગ કંપનીના સંચાલક ભાવિન પટેલ કહે છે કે, સર્વિસિંગમાં ઓટુ સેન્સર, ઇન્ટર્નલ પ્રોગ્રામિંગ, એક્સટર્નલ કેલિબ્રેશન અને ડસ્ટની સફાઇનો સમાવેશ થાય છે. ઓક્સિજનનો ફ્લો માપનારા ઓટુ સેલ, ફ્લોસેન્સર વગેરેનું ચેકિંગ કરાતું હોય છે. અન્ય એક એન્જિનિયર ભાવેશ પટેલ કહે છે કે, વેન્ટિલેટર્સ સતત ચાલ્યા હોવાથી સમગ્ર ચેકઅપ કરાવવું જરૂરી છે. જે છ મહિને એકવાર કરાવવાનું હોય છે. જેમાં ઇસીજી મશીન, મલ્ટીપેરા મોનિટર વગેરેનું પણ કેલિબ્રેશન કરવામાં આવે છે.

ડેસર, જરોદ સહિત 9 પ્લાન્ટનું આજે લોકાર્પણ
વ્રજધામ આધ્યાત્મિક સંકુલ અને વીવાયઓના માધ્યમથી 7 કરોડના ખર્ચે 29 ઓક્સિજન પ્લાન્ટ સમગ્ર ગુજરાતમાં કાર્યરત કરાશે. સોમવારે 2 કરોડના ખર્ચે ડેસર, ભાદરણ, વિદ્યાનગર, જરોદ, સુરત, નવસારી, જામનગર, ભાવનગર અને જૂનાગઢ ખાતે 10 હજાર લિટર ઓક્સિજન ઉત્પાદન કરતા 9 પ્લાન્ટનું બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા વર્ચ્યુલ લોકાર્પણ કરાશે.​​​​​​​ વ્રજધામ આધ્યાત્મિક સંકુલના ગાદીપતિ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર મહોદયે જણાવ્યું કે, કાર્યક્રમમાં જે.પી.નડ્ડા સાથે સી.આર.પાટીલ પણ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહેશે. કોરોનાના દર્દીમાં અસામાન્ય વધારો જોતાં સમગ્ર રાજ્યમાં ઓક્સિજનની અછત વર્તાઈ હતી. સરકારી તંત્ર જ્યારે આ અછતને પહોંચી વળવા સંપૂર્ણ રીતે કાર્યરત બન્યું હોય ત્યારે સહયોગરૂપ થવાના આશયથી ગુજરાતમાં વીવાયઓ દ્વારા 29 ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાની જાહેરાત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...