વડોદરાની ખાનગી કોલેજમાં એન્જિનિયરિંગની વિવિધ 7846 બેઠકો છે, જે પૈકી સૌથી વધુ પારુલ યુનિવર્સિટીમાં 3,770 છે. જ્યારે કેજેઆઇટીમાં 450, સિગ્મામાં 390, એસવીઆઇટીમાં 630, નીયોટેકમાં 360, નવરચનામાં 180, વીર (કોટંબી) 300, આઇટીએમમાં 570, આઇટીએમ વોકેશનલમાં 330, જીએસએફસીમાં 206, બાબરિયામાં 660નો સમાવેશ થાય છે.જો કે આ વર્ષે ઓછુ પરિણામ આવતા 2200થી વધુ બેઠકો ખાલી રહેવાની શકયતા નિષ્ણાતો વ્યકત કરી રહ્યા છે.
વડોદરા શહેરનું છેલ્લાં 6 વર્ષનું સૌથી ઓછું પરિણામ છે. 2017માં 81.33 ટકા પરિણામ આવ્યું હતું, જ્યારે 2018માં ઘટીને 75.16 ટકા નોંધાયું હતું. ત્યારબાદ 2019માં આંશિક વધારો થતાં 75.98 ટકા પરિણામ આવ્યું હતું. 2020માં ઘટીને 73.86 ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા. ગત વર્ષે કોરોનાના પગલે માસ પ્રમોશન અપાતાં પરિણામ 100 ટકા હતું. આ વર્ષે 69.03 ટકા નોંધાયું છે.
સરકારી કોલેજોમાં મેડિકલ-ટેક્નોલોજીની બેઠકો
કોલેજ | બેઠક |
સાયન્સ ફેકલ્ટી | 1500 |
ટેક્નોલોજી | 650 |
મેડિકલ | 250 |
ગોત્રી હોસ્પિટલ | 200 |
ફિઝિયોથેરાપી | 120 |
ફાર્મસી | 30 |
બીએસસી કેમિસ્ટ્રી અને આઇસીમાં ધસારો થશે
ઊંચા મેરિટમાં આવતા વિદ્યાર્થીઓનો એન્જિનિયરિંગમાં ઇસી (ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ), કમ્પ્યૂટર સાયન્સ તથા બીએસસી કેમિસ્ટ્રીમાં પ્રવેશ માટે ધસારો થશે. કારણ કે, સરકારે સેમી કન્ડક્ટર ચીપનું ઉત્પાદન ભારતમાં થાય તે માટેના પ્રયાસો આદર્યા છે, તેથી આ ક્ષેત્રના નવા કોર્સીસ પણ આવી શકે છે. ઓછા ટકાવાળા બીએસસીમાં જતાં તેનું મેરિટ પણ ઊંચું જશે. - કેતન પરીખ, કરિયર કાઉન્સિલર
નર્સિંગ, હોમિયોપથી, ફિઝિયોનું મેરિટ ઊંચું જશે
વડોદરા અને આસપાસની કોલેજોમાં 7846 એન્જિનિયરિંગની બેઠકો છે, જે પૈકી આ વર્ષે ગત વર્ષની 2200ની સરખામણીએ વધુ બેઠકો ખાલી રહે તેવી શક્યતા છે. કારણ કે આ વર્ષે તો પાસ વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી છે. આ ઉપરાંત નર્સિંગ, હોમિયોપથી અને ફિઝિયોથેરાપીના કોર્સીસમાં પણ ધસારો વધશે, જેના પગલે મેરિટ ઊંચું જશે. - વિજય દવે, કરિયર કાઉન્સિલર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.