તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યાવારણની જાળવણી:કવાંટ તાલુકામાં 21થી વધુ ચેક ડેમ, 40થી વધુ તળાવો સાથે 10 હજાર વૃક્ષોનું વાવેતર કરાયું

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટના બિઝનેસમેન દ્વારા પર્યાવારણની જાળવણી માટે થઇને એક અનોખો શ્રમયજ્ઞ 2018માં શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ દ્વારા ગામવાસીઓના ભલા માટે થઇને લાખો રૂપિયાની આર્થિક સહાય સાથે જાતે ગામલોકો સાથે શ્રમદાનમાં જોડાઇ 21થી વધુ ચેક ડેમ અને 40થી વધુ તળાવો સાથે અંદાજે 10 હજાર વૃક્ષોનું વાવેતર કવાંટ તાલુકાના ભેખડીયા ગામ અને આસપાસના આદિવાસી વિસ્તારોમાં કરવામાં આવ્યું છે.

આ સાથે ભવિષ્યમાં પણ તેઓ દ્વારા 5 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો નીર્ધાર જણાવ્યો હતો. આ મનસુખભાઇ રાજકોટમાં 6 મહીના અને બાકીના 6 મહીના આ આદિવાસીઓ સાથે રહીને શ્રમયજ્ઞ પૂરો કરી રહ્યાં છે. તેમના દ્વારા બનાવવામાં આવેલા ચેક ડેમનું આયુષ્ય 100 વર્ષ જેટલું રહેશે તેવું તેમનું માનવું છે. આ બધી પ્રવૃતિના કારણે ત્યાંના પછાત ગણાતા આદિવાસી વિસ્તારને પણ સધ્ધર કરવાનો નીર્ધાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...