ભરાવો:પાઇપ્ડ ગેસનાં જોડાણની 20 હજારથી વધુ અરજી પેન્ડિંગ, નવાં જોડાણની કામગીરીમાં વિલંબ

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિલિન્ડર મોંઘાં થતાં ગ્રાહકો પાઇપ્ડ ગેસ તરફ વળ્યાં

વડોદરા ગેસ કંપની દ્વારા હાલમાં નવા કનેક્શન આપવાની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. જેના કારણે અંદાજીત 20 હજારથી વધુ અરજીઓ પેન્ડિંગ હોવાનું સપાટી પર આવ્યું છે. કોરોનાની પરિસ્થિતિના કારણે કામગીરી ન થતા અરજી પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે.

વર્ષ 2014માં વડોદરા મહાનગર પાલિકા અને ગેલ કંપનીએ સંયુક્ત સાહસ વડોદરા ગેસ લિમિટેડ કંપની રચના બનાવી હતી. જેના મારફતે શહેરમાં પાઇપ લાઇનથી ગેસ આપવામાં આવી રહ્યો છે. હાલમાં વડોદરા ગેસ લિમિટેડ કંપનીના 2 લાખ જેટલા ગ્રાહકો છે. જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા ગેસ અને ક્રૂડ ઓઇલના ભાવની સીધી અસર ઘરગથ્થુ ગેસના ભાવ પર પડી રહી છે અને ગેસ સિલિન્ડર પણ મોંઘા થઇ ગયા છે.

ત્યારે વીજીએલ દ્વારા પાઇપ મારફતે આપવામાં આવતો ગેસ મેળવવા અનેક લોકો અરજી કરી રહ્યા છે. જેમાં કંપની પાસે હાલમાં 20 હજારથી વધુ નવા ગેસ કનેક્શનની અરજીઓ પેન્ડિંગ છે.હાલમાં ગેસ સિલિન્ડરના સતત વધારો થતો હોવાથી લોકો પાઇપ લાઇનથી મળતા ગેસ તરફ વળ્યા છે. સૂત્રો મુજબ કોરોના કાળમાં અનેક અરજીઓ મળી હતી પરંતુ તે સમયે કામગીરી થઈ શકે તેમ ન હોવાથી અરજીઓ પેન્ડિંગ રહી છે.

અન્ય સમાચારો પણ છે...