વાહન ચાલકો હેરાન:1 કલાકમાં 1 ઇંચ વરસાદથી 20થી વધુ સ્થળે પાણી ભરાયાં

વડોદરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 સ્થળે શોર્ટસર્કિટ, હજુ બે દિવસ વરસાદની આગાહી
  • અલકાપુરી ગરનાળામાં પાણી ભરાતાં વાહન ચાલકો હેરાન

શહેરમાં ચોમાસું સક્રિય થતાં શુક્રવારે સાંજે 6 થી 7 દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે શહેરનાં 20 સ્થળો પર વાહનોનાં ટાયરો ડૂબી જાય તેટલાં તો કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો.

વરસાદના કારણે શહેરના કલામંદિરના ખાંચા ઉપરાંત કારેલીબાગની અશોક સોસાયટી પાસે અને રાજમહેલ રોડના વ્રજસિદ્ધિ ટાવરમાં મીટરમાં શોર્ટસર્કિટ થતાં ફાયરબ્રિગેડના લાશ્કરો દોડી ગયા હતા. 2 વૃક્ષ ધરાશાયી થયાં હતાં. ભારે વરસાદને કારણે અલકાપુરી ગરનાળામાં પણ પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. શુક્રવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 32.4 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 25.4 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 92 ટકા નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...