યાત્રી સલામત:અમરનાથ ગયેલા વડોદરાના 1500થી વધુ યાત્રી સલામત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરનાથ ગુફા પાસે વાદળ ફાટતાં ટેન્ટમાં પાણી ભરાયાં
  • ​​​​​​​ભારે વરસાદને ​​​​​​​કારણે ફોન લાગતા ન હોવાથી પરિવારજનોમાં ચિંતા

અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે વાદળ ફાટવાની ઘટનાને પગલે યાત્રિકોના જીવ મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે આર્મી અને એનડીઆરએફ સહિતના બચાવદળે બચાવ કામગીરી હાથ ધરી તમામ યાત્રીઓને પંચતરણી ખાતે ખસેડવામાં આવ્યા છે. વડોદરા અને આસપાસથી ગયેલા અંદાજે 1,500 યાત્રીઓ સલામત હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. મોટાભાગના લોકોના ફોન લાગતા ન હોવાથી પરિચિતો, ટ્રાવેલર્સ અને ભંડારાવાળાઓના સંપર્ક સાધી પરિવારજનોની સલામતી અંગે પૂછપરછના પ્રયાસ હાથ ધરાયા છે.

વડોદરા શહેરથી ભંડારાની સેવા વર્ષોથી આપી રહેલા અને હાલ ત્યાં ભંડારામાં વડોદરાના અઢીસોથી વધારે કાર્યકર્તાઓ સાથે સેવા આપી રહેલા બરાનપુરા વિસ્તારના ટ્રસ્ટના મિલીન્દ વૈદ્યે જણાવ્યું હતું કે, બરફનો પહાડ તૂટ્યો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. તેને પગલે ગુફા નજીકના ટેન્ટમાં પાણી ભરાયા છે. યાત્રીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જેટલા લોકોનો સંપર્ક થયો તે પૈકી કોઈ પણ વડોદરાનો કે આસપાસનો વ્યક્તિ અટવાયો હોય તેવી માહિતી નથી.

વડોદરાના માણેજા વિસ્તારના મનોજ પટેલ પોસપતરી ખાતે આપે છે. તેમની સાથે 40 લોકોનો સંઘ યાત્રાએ ગયો છે. તેમના જણાવ્યા મુજબ તમામ લોકોને આર્મી દ્વારા સલામત રીતે ખસેડવામાં આવ્યા છે. ગુફામાં પણ પાણી આવવાથી હવે યાત્રા ક્યારે શરૂ થશે તે નિર્ણય લેવાયો નથી, પરંતુ વડોદરા અને આસપાસના લોકો સલામત હોવાનું તેમણે પણ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...