તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:PIના ગુમ પત્નીને શોધવા 150થી વધુ પોલીસ કર્મીએ દહેજના ગામો ખૂંદયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પીઆઇની ગુમ પત્ની સ્વિટી પટેલને શોધવા પોલીસ દહેજ પહોંચી હતી. જયાં ભેંસલી ગામે ઝાડીઓમાં સર્ચ કર્યું હતું. - Divya Bhaskar
પીઆઇની ગુમ પત્ની સ્વિટી પટેલને શોધવા પોલીસ દહેજ પહોંચી હતી. જયાં ભેંસલી ગામે ઝાડીઓમાં સર્ચ કર્યું હતું.
  • કરજણથી બસ ભરીને પોલીસ કાફલો દહેજ પહોંચ્યો , ડોગ સ્કવોડ પણ લઇ જવાઇ
  • દહેજ, ભેંસલી, અટાલી સહિતના ગામોમાં ઝાડી ઝાંખરા ફેંદી નાખતા અજુગતુ બન્યાની શંકા

વડોદરા જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં ફરજ બજાવનારા પીઆઇ એ.એ.દેસાઇના પત્ની સ્વિટી પટેલ 1 માસ પહેલાં કરજણથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જવાના પ્રકરણમાં બુધવારે બપોરે 4 વાગે અચાનક જ કંઇ અજુગતું બન્યું હોવાની શંકા સાથે દોઢસોથી વધુ પોલીસનો એક બસ ભરેલો કાફલો કરજણની ધાવટ ચોકડી પાસે એકત્ર થયા બાદ ડોગ સ્ક્વોર્ડને સાથે રાખીને દહેજ પંથકના ગામોમાં સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું. પોલીસે દહેજ, મેથી સહિતના ગામોમાં ઉંડી તપાસ શરુ કરી હતી પણ મોડી સાંજ સુધી કોઇ ફળદાયી કડીમળી શકી ન હતી.

પોલીસે આ ગામોમાં ઝાડી ઝાંખરામાં પણ સર્ચ કર્યું હતું કરજણમાં રહેતા જિલ્લા એસઓજી પીઆઇ એ.એ.દેસાઇનાં પત્ની સ્વિટીબેન મહેન્દ્રભાઇ પટેલ (ઉ.વ. 37) 5 ગત જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8-30 વાગ્યાના અરસામાં ગુમ હતા. 1 માસ પછી પણ સ્વિટી પટેલની કોઇ ભાળ ના મળતાં પોલીસની 5 ટીમોએ ઉંડી તપાસ શરૂ કરી હતી.અવાવરુ સ્થળો, ખેતરો, રેલવે ટ્રેક તથા બિન વારસી મૃતદેહો સહિતના સ્થળોએ તપાસ કરતા કોઇ કડી મળી શકી ન હતી.

બુધવારે બપોરે 4 વાગે અજુગતું બન્યું હોવાની પ્રબળ શંકાના આધારે પોલીસને ચોકકસ ઇનપુટ મળ્યું હતું.જેથી કરજણની ધાવટ ચોકડી પાસે કરજણ પોલીસ અને પોલીસનો મોટા કાફલો એકત્ર થયો હતો અને તત્કાળ દહેજ અને તેની આસપાસના ગામોમાં પહોંચીને સર્ચ ઓપરેશન શરુ કરાયું હતું. દહેજ, ભેંસલી અને અટાલી સહિતના ગામોમાં મોડી રાત સુધી સર્ચ કર્યું હતુંઉ પોલીસે ડોગ સ્ક્વોર્ડને સાથે રાખીને ઝાડી ઝાાંખરામાં તપાસ કરી હતી પણ કોઇ મળ્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...