આયોજન:બાળ મજૂરી નાબૂદી માટે 150થી વધુ બાળકોએ શપથ ગ્રહણ કર્યા

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમાટીબાગ ખાતે બાળ મજૂરી નાબૂદી દિવસ ઊજવાયો

રવિવારે વિશ્વ બાળ મજુરી નાબુદી દિવસ નિમિત્તે કમાટીબાગમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વડોદરા સીટી ચાઇલ્ડ લાઇન, વડોદરા રેલ્વે ચાઇલ્ડ લાઇનના કાર્યકરો અને 150થી વધારે બાળકોએ હાજર રહી વિશ્વ બાળ મજુરી નાબુદી દિવસ ઉજવ્યો હતો. આ કાર્યક્રમમાં બાળકોને બાળ મજૂરીને લગતા અનેક પ્રશ્નો અંતર્ગત તેમની સુરક્ષા માટે ચર્ચા કરવામાં આવી હતી.

દરેક બાળકોએ બાળ મજુરી નાબુદીને લગતા વિવિધ સુત્રો સાથે પ્રતિજ્ઞા લીધી હતી. બાળકોને ‘ચાઇલ્ડ લાઇન પ્રોજેક્ટ’ 24 કલાક મફત ફોન સેવા અંગે બાળકોન જાણકારી આપવામાં આવી હતી. બાળ મજૂરીની સમસ્યાને નાબૂદ કરવા અઠવાડીયું ઉજવાશે.

અન્ય સમાચારો પણ છે...