એજયુકેશન રિપોર્ટર | વડોદરા શનિવારે એમ.એસ.યુનિવર્સિટીનો 71મો દીક્ષાંત સમારંભ યોજાશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહ પ્રથમવાર યુનિવર્સિટીના આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અને ગેસ્ટ ઓફ ઓનેર્સ તરીકે શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. પહેલીવાર યુનિવર્સિટી કોન્વોકેશનના મુખ્ય અતિથિ યુનિવર્સિટીની અેક ઇમારત અેમઆરઆઇડી ભવનનું લોકાર્પણ પણ કરશે. શુક્રવારે પડેલા ભારે વરસાદના પગલે કોન્વોકેશન ગ્રાઉન્ડ પર પાણી ભરાયા હતા. જોકે આ ગ્રાઉન્ડ પર જ કોન્વોકેશન યોજાશે તેવી વીસીની જાહેરાત બાદ ગ્રાઉન્ડમાં ભરાયેલા પાણીને કાઢવાની કામગીરી વરસાદ રોકાતા શરૂ કરી હતી. પરંતુ આખરે સ્થળ બદલ્યું હતું. યુનિવર્સિટીમાં 71માં પદવીદાન સમારોહમાં 14,663 વિદ્યાર્થીઅોને પદવી એનાયત કરાશેે. કોન્વોકેશન ગ્રાઉન્ડ ખાતે 71મા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 6678 વિદ્યાર્થીઅો અને 7985 વિદ્યાર્થિનીઅોને પદવી એનાયત કરવામાં આવશે. 71માં પદવીદાન સમારંભમાં કુલ 302 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે. જેમાં 77 વિદ્યાર્થીઓને ફાળે 115 ગોલ્ડ મેડલ તથા 114 વિદ્યાર્થીનીઓના ફાળે 187 ગોલ્ડ મેડલ છે. 2021-222માં પીએચડી પૂરી કરનાર 100 વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરાયા છે. ચીફ ગેસ્ટ જે મંચ પર બેસવાના છે તે શામિયાણો વોટર પ્રુફ ન હોવાથી સ્ટેજની જગ્યા પણ ભીની થઇ ગઇ હતી.
14,663 વિદ્યાર્થી ડિગ્રી મેળવશે
ફેકલ્ટી | વિદ્યાર્થીનિઓ | વિદ્યાર્થીઓ |
આર્ટસ | 746 | 407 |
કોમર્સ | 4297 | 3704 |
એજ્યુ. સાયકોલોજી | 230 | 49 |
હોમ સાયન્સ | 528 | 56 |
ફાઇન આર્ટસ | 138 | 77 |
જર્નાલીઝમ | 42 | 15 |
લો | 420 | 412 |
મેનેજમેન્ટ | 43 | 102 |
મેડિસિન | 126 | 25 |
પર્ફોમિંગ આર્ટસ | 51 | 81 |
ફામર્સી | 40 | 32 |
સાયન્સ | 864 | 724 |
સોશ્યલ વર્ક | 130 | 69 |
ટેકનોલોજી | 330 | 925 |
કુલ | 7985 | 6678 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.