તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવેશનો પ્રશ્ન:કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશની સમસ્યા ટાળવા 1200થી વધુ બેઠક વધારાશે

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો. 12માં માસ પ્રમોશન બાદ વધુ વિદ્યાર્થીને સમાવવા કવાયત
  • દરેક બિલ્ડિંગ પર 20 ટકા બેઠકો વધશે : એફવાયમાં 16,965નું રજિસ્ટ્રેશન

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં દરેક બિલ્ડિંગ પર 20 ટકા બેઠકો વધારવામાં આવશે. ધો. 12માં માસ પ્રમોશન બાદ વધુ વિદ્યાર્થીઅોને સમાવવા 1200થી વધુ બેઠકો વધારવાની કવાયત શરૂ કરવામાં અાવી છે. ચાલુ વર્ષે અેફવાયમાં પ્રવેશ માટે 16,965 વિદ્યાર્થીઅોઅે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ચાલુ વર્ષે એફવાય બીકોમમાં 16,965 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે. ગત વર્ષ 8 હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો જેની સામે ચાલુ વર્ષે આંકડો ડબલ છે પરંતુ તેમ છતાં પ્રવેશ સમસ્યા સર્જાય નહિ તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ફેકલ્ટી માં પ્રવેશ પ્રક્રિયા સરળ રહે તે માટે સ્ક્રૂટીની કમીટી બનાવવામાં આવી છે. કમીટી દ્વારા વિદ્યાર્થીઓના ડોકયુમેન્ટ ચકાસણી કરવા સહિત પ્રવેશ માટેનું કટ ઓફ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ચાલુ વર્ષે માસ પ્રમોશનના કારણે પ્રથમ વર્ષમાં પ્રવેશનો આંકડો ડબલ થઇ ગયો છે. જેના કારણે કોમર્સ ફેકલ્ટી દ્વારા સાયન્સ ફેકલ્ટી ની સી.વી.રામન બિલ્ડિંગ પણ લેવામાં આવી છે.

કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ,ગર્લ્સ કોલેજ,પાદરા તથા સી.વી.રામન બિલ્ડિંગ પર વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે. આ તમામ બિલ્ડિંગો પર 20 ટકા બેઠકો વધારવામાં આવશે, જેના કારણે વિદ્યાર્થીઓના પ્રવેશની સમસ્યા હળવી થઇ શકે. આ ઉપરાંત યુનિટ બિલ્ડિંગ પર હાયર પેમેન્ટ ધોરણે પ્રવેશ આપવામાં આવતો હોય છે. જરૂર જણાશે તો પાદરા કોલેજ ખાતે પણ હાયર પેમેન્ટ શરૂ કરવા માટેની વિચારણા કરવામાં આવી રહી છે.

કોમર્સમાં બેઠકોની સ્થિતિ
વર્તમાન બેઠકોસંભવિત વધારો
મેઇન12001500
ગર્લ્સ10001200
પાદરા12001500
સી.વી.રામન10001200

રિપીટર વિદ્યાર્થીઓ માટે 4 દિવસ પ્રવેશ પ્રક્રિયા કરાશે
કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોએ રીપીટર વિદ્યાર્થીઓ માટે ફરી એક વાર પોર્ટલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રીપીટર વિદ્યાર્થીઓ એફવાયમાં પ્રવેશ લઇ શકે તે માટે 4 દિવસ રજીસ્ટ્રેશન ખોલવામાં આવશે 30 ઓગષ્ટ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...