તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના મહામારી:કોરોનાથી વધુ 111 સંક્રમિત 7 મોત, 102ને રજા અપાઈ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ હોસ્પિટલોમાં 1181 સક્રિય દર્દીઓ સારવાર હેઠળ
  • 165 દર્દીઓ ઓક્સિજન પર જ્યારે 68 વેન્ટિલેટર પર રખાયા

શનિવારે કોરોનાના નવા 111 પોઝિટિવ કેસો આવતાં કુલ પોઝિટિવનો આંક 17,802 પર પહોંચી ગયો છે. જ્યારે 3 શહેરીજનો સહિત 7નાં મોત નિપજ્યાં હતાં. અત્યાર સુધી શહેર-જિલ્લામાં કોરોનામાં 221 દર્દી માર્યા ગયા છે. કેટલાક દિવસોથી વધુ કેસો આવવાના પગલે ગોત્રીમાં 220થી વધુ અને એસએસજીમાં 200 જેટલા પોઝિટિવ દર્દી સારવાર લઇ રહ્યાં છે.

હાલ 1181 સક્રિય દર્દી સારવાર લઇ રહ્યાં છે. 165 દર્દીઓની ઓક્સિજન પર અને 68ની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. બીજી તરફ શનિવારે વધુ 102 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં સાજા થયેલાં દર્દીઓની સંખ્યા 16,400 થઈ હતી.શનિવારે જે 111 પોઝિટિવ કેસો આવ્યા તે પૈકી 70 શહેરમાં અને 41 ગામડામાં નોંધાયા છે.

4 દિવસમાં 700 ક્વોરન્ટાઇન દર્દીઓ વધ્યા
શહેરમાં રોજ 100 જેટલા પોઝિટિવ દર્દીઓ આવી રહ્યાં છે, લગભગ તેેટલા જ દર્દીઓનો ડિસ્ચાર્જ થાય છે. આ સ્થિતિમાં ડિસ્ચાર્જ મેળવતા દર્દીઓ ક્વોરન્ટાઇન થાય છે, તેથી ક્વોરન્ટાઇન દર્દીઓ પણ વધી રહ્યા છે. 4 દિવસમાં જ ક્વોરન્ટાઇન લોકોની સંખ્યામાં 700નો વધારો થયો છે. 24 નવેમ્બરે 2636 લોકો ક્વોરન્ટાઇન હતા, જે શનિવારે 3351 નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...