કાર્યક્રમ:પ્લાસ્ટિકના 11 હજાર કિલોથી વધુ કચરાનો નિકાલ કરાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વચ્છ ભારત હેઠળ વિવિધ સંસ્થાના સહયોગથી કાર્યક્રમ
  • વડોદરા જિલ્લાનાં ગામડામાંથી કચરો અેકત્રિત કરાયો

નેહરુ યુવા કેન્દ્ર વડોદરા-છોટા ઉદેપુર દ્વારા સ્વચ્છ ભારત કાર્યક્રમ અંતર્ગત વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાન ચલાવીને પ્લાસ્ટિક કચરો એકઠો કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ફેઈથ ફાઉન્ડેશન, કૃપા ફાઉન્ડેશનનો વિશેષ સહયોગ રહ્યો હતો. આ કાર્યક્રમને સંબોધતા નહેરુ યુવા કેન્દ્ર સંગઠન ગુજરાતનાં રાજ્ય નિયામક મનીષા શાહે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ દ્વારા સમગ્ર ભારતમાં 75 લાખ કિલો પ્લાસ્ટિકના કચરાને એકત્ર કરીને તેનો નિકાલ કરવાનો લક્ષ્યાંક છે. આ કાર્યક્રમ દ્વારા દેશભરમાંથી 10 મિલિયન કિલોગ્રામથી વધુ કચરો એકત્ર કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્ર વડોદરાના તમામ સ્વયંસેવકો, ફેઈથ અને કૃપા ફાઉન્ડેશનના તમામ સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્ર વડોદરાના તમામ સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઉપરાંત જિલ્લા યુવા અધિકારી પંકજ મરેચાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ દ્વારા તમામ તાલુકા કક્ષાએ અને જિલ્લામાં 11 હજાર કિલોથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, રમતગમત અને સંસ્કૃતિ વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રાષ્ટ્રીય સેવા યોજના આયુર્વેદ કોલેજ, નગરપાલિકા, મહાનગરપાલિકા, સ્વયંસેવકોનો વિશેષ સહયોગ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...