તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વડોદરાની બંધન બેંક સાથે 11.32 કરોડનું ફ્રોડ, એક્સેલ ઈલેક્ટ્રીક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દંપતી વિરુદ્ધ ગુનો નોંધાયો

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
સયાજીગંજ પોલીસ સ્ટેશનની ફાઈલ તસલીર. - Divya Bhaskar
સયાજીગંજ પોલીસ સ્ટેશનની ફાઈલ તસલીર.
  • લોનનું ક્લોઝર સર્ટીફીકેટ ડુપ્લીકેટ બનાવ્યું હતું

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી કંપનીએ બેંકના બનાવટી એનઓસીના આધારે બંધન બેંકમાંથી 7.50 કરોડની લોન મેળવી વ્યાજ સહીત 11.32 કરોડની છેતરપિંડી આચરી છે. આ મામલે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર દંપતી વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

લોનના નાણા ચેક અને ઓનલાઈન ઉપાડી લીધા
બંધન બેંક સુરત રેન્જના ક્લસ્ટર હેડએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2016 દરમિયાન સયાજીગંજ વિસ્તારના ફોનિક્સ કોમ્પ્લેક્સમાં આવેલી એક્સેલ ઈલેક્ટ્રીક પ્રાઇવેટ લિમિટેડના એમડી પ્રકાશભાઈ પ્રદ્યુમન દવે તેમના પત્ની અલ્પા પ્રકાશભાઈ દવેએ ઓપી રોડ ખાતે આવેલી બંધન બેંકની શાખાનો સંપર્ક સાંધી બિઝનેસ હેતુ સીસી લોનની માંગ કરી હતી. બેંકના નિયમ અનુસાર સેક્સન કન્ડિશન અનુસાર તેઓની અન્ય બેંક ઓફ બરોડામાં ચાલતી સીસી લોન અને બેંકની એનોસી ત્રણ માસમાં મેળવી જમા કરાવી હતી અને નાણા ચેક અને ઓનલાઈન ઉપાડી લીધા હતા.

મુદ્દલ અને વ્યાજ ન ચૂકવી છેતરપિંડી આચરી
લોનનું ક્લોઝર સર્ટીફીકેટ કે એનઓસી ડુપ્લીકેટ બનાવી તેનું ઓરીજનલ તરીકે ઉપયોગ કરી બેંકને વિશ્વાસમાં લઇ મુદ્દલ 7.50 કરોડ અને વ્યાજ સાથે 11,32,55,307 ભરપાઈ નહીં કરી છેતરપિંડી આચરી હતી. ફરિયાદના આધારે પોલીસે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પતિ પત્ની વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.