આપદા:ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થયા બાદ 100થી વધુ યાત્રાળુએ ટૂર રદ કરી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેદારનાથ ગયેલા પૂર્વ કોર્પોરેટર પણ અટવાયા

ઉત્તરાખંડમાં હવામાનમાં આવેલા પલટા બાદ જમીન ધસી પડવાના કારણે યાત્રાળુઓને હેરાન થવાની ઘટના પ્રકાશમાં આવતાં શહેરના અંદાજે 100 જેટલા યાત્રાળુઓએ બુકિંગ કેન્સલ કરાવ્યું હોવાનું ટ્રાવેલ એજન્ટો દ્વારા જાણવા મળ્યું હતું. છાણીના પૂર્વ કોર્પોરેટર અને તેમનાં પત્ની કેદારનાથની યાત્રા દરમિયાન જમીન ધસી પડવાના કારણે યાત્રામાં વિલંબનો ભોગ બન્યા હતા. ગાંધી ટ્રાવેલ્સના સિદ્ધિક ગાંધીએ જણાવ્યા મુજબ 19મીના રોજ જીતેન્દ્ર પટેલ અને તેમનાં પત્ની અમદાવાદથી ફ્લાઇટ દ્વારા દહેરાદૂન પહોંચ્યાં હતાં.

ત્યાંથી બીજે દિવસે ગુપ્તકાશી જવાના સમયે માર્ગમાં ભૂસ્ખલન થતાં તેઓને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. બીજા દિવસે તેઓ પહોંચ્યા બાદ ગુરુવારે હેલિકોપ્ટરની વ્યવસ્થા થતાં દર્શન કરી બપોરે 3 વાગ્યે પરત ફર્યા હતા. પૂર્વ કોર્પોરેટર જીતેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત અને દ્વારકાથી આવેલા અનેક લોકો 3 દિવસ અટવાયા હતા. ગુરુવારે હવામાન સ્વચ્છ થતાં કેદારનાથમાં દર્શનાર્થીની 1 કિમી લાંબી લાઇન લાગી હતી. સરકાર દ્વારા જમીન સમથળ કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...